દિલ્હી બ્લાસ્ટના નામે ડિજિટલ અરેસ્ટની ‘નવી જાળ’, સરકારે આ છેતરપિંડી અંગે ચેતવણી જાહેર કરી..
દિલ્હીમાં તાજેતરમાં થયેલા કાર બોમ્બ બ્લાસ્ટના નામે સાયબર ગુનેગારોએ એક નવી જાળ ફેલાવી છે. NIA કે CBI અધિકારીઓ તરીકે ઓળખાઈને, તેઓ લોકોને “ડિજિટલ અરેસ્ટ” ની ધમકી આપે છે અને લાખો રૂપિયાની છેતરપિંડી કરે છે. સાયબર દોસ્ત ચેતવણી આપે છે કે ડિજિટલ ધરપકડ 100% છેતરપિંડી છે. ડરશો નહીં, તાત્કાલિક 1930 પર ફોન કરો..






