*Bollywood Actor Dharmendra: બોલિવૂડના દિગ્ગજ અને લોકપ્રિય અભિનેતા ધર્મેન્દ્રનું 24 નવેમ્બર, સોમવારના રોજ 89 વર્ષની વયે નિધન થયું છે. ‘હી-મેન ઑફ ઇન્ડિયન સિનેમા’ તરીકે જાણીતા ધર્મેન્દ્રએ ઉંમર સંબંધિત લાંબી માંદગી બાદ મુંબઈમાં અંતિમ શ્વાસ લીધા.

*ધર્મેન્દ્રએ છ દાયકા લાંબી કારકિર્દીમાં 300થી વધુ ફિલ્મોમાં કામ કર્યું હતું. તેમણે ‘શોલે’, ‘ચૂપકે ચૂપકે’ જેવી અનેક યાદગાર ફિલ્મોમાં અભિનય કર્યો છે. ધર્મેન્દ્રના નિધનના સમાચારથી સમગ્ર દેશ અને ફિલ્મ જગતમાં શોકનું મોજું ફરી વળ્યું છે.






