ઈઝરાયેલ અને હમાસ વચ્ચે અમેરિકાની મધ્યસ્તાથી થયેલ યુદ્ધ વિરામ બાદ હવે પાકિસ્તાનનો ઉપયોગ પ્યાદા તરીકે કરવા અમેરિકા એક પછી એક ચાલ ચાલી રહ્યું છે. જેના ભાગરૂપે, પાકિસ્તાને ઈઝરાયેલ સાથે વાતચીત કરી હતી. બન્ને વચ્ચેની મુલાકાત બાદ એવી વિગતો સામે આવી છે કે, ગાઝા પટ્ટીમાં પાકિસ્તાન સૈનિકોની ટુકડીને મોકલવા અંગે વિચારી રહ્યું છે.
ટ્ર્મ્પના ટપોરી મુલ્લા મુનીરની ઈઝરાયેલ સાથે બેઠક, પેલેસ્ટાઈન-હમાસ સામેના જંગમાં પ્યાદા તરીકે કરાશે પાકિસ્તાનનો ઉપયોગ | Gujarat Aatmiyata News Updated on: Oct 29, 2025 | 2:42 PM
પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સ્થિરતા દળ (ISF -International Stabilization Force) ના ભાગ રૂપે ગાઝા પટ્ટીમાં 20,000 સૈનિકો મોકલવાની તૈયારી કરી રહ્યું છે. આ દળ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પહેલ પર બનાવવામાં આવી રહ્યું છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય હમાસને ખતમ કરવાનો છે. અહેવાલો સૂચવે છે કે, આ પગલું પાકિસ્તાની સેના પ્રમુખ અસીમ મુનીર અને અમેરિકા અને ઇઝરાયલ વચ્ચેના કથિત ગુપ્ત કરાર બાદ લેવામાં આવી શકે છે. અહેવાલો અનુસાર, પાકિસ્તાની સેના પ્રમુખ અસીમ મુનીરે ઇઝરાયલી ગુપ્તચર એજન્સી, મોસાદ અને CIA ના ટોચના અધિકારીઓ સાથે ગુપ્ત બેઠકોમાં આ પ્રસ્તાવ પર ચર્ચા કરી છે.
Gujarat Aatmiyata News






