બારડોલી ચેક રીટર્ન કેસમાં આરોપીને નિર્દોષ ઠેરાવતી નામદર કોર્ટ. ધારાશાસ્ત્રી આર.એલ. દુબેની ધારદાર દલીલોથી આરોપીને નિર્દોષ જાહેર કરાયો
બારડોલી કોર્ટમાં ૨૦૨૩ માં થયેલી ચેક રીટર્નની ફરિયાદમાં ફરિયાદી દ્વારા કેસ ચલાવવામાં આવ્યો હતો જેમાં એડવોકેટ તરીકે એસ.બી તળાવીયા,એન.આર. પાટીલ અને કે .જી મિસ્ત્રી દ્વારા દલીલો કરવામાં આવી હતી જયારે સામા પક્ષે વકીલ તરીકે રાજેન્દ્રભાઈ લાલમણી દુબેએ પોતાની ધારદાર દલીલો રજુ કરી હતી જેને માન્ય રાખી પ્રિન્સીપાલ સીનીયર સિવિલ જજ અને એડીશનલ ચીફ જયુડીસીયલ મેજીસ્ટ્રેટ એમ. કે શાહ દ્વારા આરોપીને નિર્દોષ જાહેર કરાયો હતો..






