મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યમાં કમોસમી વરસાદ અને વાતાવરણમાં આવેલા પલટાથી ઊભી થયેલી પરિસ્થિતિ અંગે તમામ જિલ્લા કલેક્ટરશ્રીઓ સાથે સંપર્ક કરીને વરસાદી સ્થિતિ અંગે વિગતો મેળવી…
મુખ્યમંત્રીશ્રીએ રાજ્ય મંત્રીમંડળના વરિષ્ઠ મંત્રીશ્રીઓને આ કમોસમી વરસાદથી વધુ પ્રભાવિત જિલ્લાઓમાં તાત્કાલિક અસરથી પહોંચીને જિલ્લા વહીવટી તંત્રને પરિસ્થિતિને પહોંચી વળવાનું માર્ગદર્શન આપવાના દિશા નિર્દેશો આપ્યા…
તેમજ સ્ટેટ ઈમરજન્સી સેન્ટરને જિલ્લાઓ સાથે સંકલન સાધીને જરૂરી મદદ સહાય માટેની સૂચનાઓ આપી…

મંત્રીશ્રીઓ સંબંધિત જિલ્લાઓના અધિકારીઓ સાથે બેઠક યોજીને પરિસ્થિતિની માહિતી મેળવશે તથા અસરગ્રસ્ત વિસ્તારોની પ્રત્યક્ષ મુલાકાત લઈને સ્થિતિનો તાગ મેળવશે…






