મોતા કેળવણી મંડળ સંચાલિત શ્રી શાંતારામ ભટ્ટ અંગ્રેજી માધ્યમ શાળા, મોતાના વિદ્યાર્થીઓ Qubaaticની મેન્ટલ અને એરિથમેટિક મેથ્સની સ્પર્ધામાં રાષ્ટ્રીય કક્ષાએ 25 ઓક્ટોબર ના રોજ, બેંગ્લોર ખાતે ભાગ લેશે.*

*મોતા કેળવણી મંડળ સંચાલિત શ્રી શાંતારામ ભટ્ટ અંગ્રેજી માધ્યમ શાળા, મોતાના વિદ્યાર્થીઓ Qubaaticની મેન્ટલ અને એરિથમેટિક મેથ્સની સ્પર્ધામાં રાષ્ટ્રીય કક્ષાએ 25 ઓક્ટોબર ના રોજ, બેંગ્લોર ખાતે ભાગ લેશે.*
મોતા કેળવણી મંડળ દ્વારા શાળામાં ક્યુબેટીક ના મેન્ટલ મેથ્સના વર્ગો ચાલે છે.જેમાં હાલમાં શાળાના std. 3 થી 7 સુધીના 99 જેટલા વિદ્યાર્થીઓ ટ્રેનિંગ લઇ રહ્યા છે તેમજ બીજા 50 જેટલાં વિદ્યાર્થીઓએ basic લેવલ ની ટ્રેનિંગ લીધી હતી.જેમાંથી ઘણા વિદ્યાર્થીઓએ ઝોનલ લેવલ, સ્ટેટ લેવલ, નેશનલ લેવલ તેમજ ઇન્ટરનેશનલ લેવલ ની સ્પર્ધામાં ભાગ લઈ વિજેતા થયા હતા. હવે શાળાના વિદ્યાર્થીઓ White house,બેંગ્લોર ખાતે યોજનારી રાષ્ટ્રીય સ્પર્ધામાં 25 ઓક્ટોબર, શનિવારના રોજ ભાગ લેવા જઈ રહ્યા છે.
જેમાં 17 થી પણ વધારે અલગ અલગ રાજ્યના 500 થી પણ વધારે વિદ્યાર્થીઓ ભાગ લેશે. આ સ્પર્ધા માટે બાળકો છેલ્લા બે મહિનાથી દરરોજ શાળામાં તેમજ ઘરે રેગ્યુલર પ્રેક્ટિસ કરે છે. આ સ્પર્ધામાં 8 મિનિટમાં 200 જેટલા સરવાળા, બાદબાકી ગુણાકાર, ભાગાકાર ના દાખલા ઝડપ એકાગ્રતા તેમાં ચોકસાઈ સાથે સોલ્વ કરતા હોય છે. આ સ્પર્ધામાં ભાગ લેવા માટે તેમજ બાળકોને પ્રેક્ટિસ માટે પણ વાલીનો ખૂબ જ સહકાર મળ્યો છે.શાળાના જે બાળકો આ સ્પર્ધામાં જોડાવા જઈ રહ્યા છે તેમના નામ નીચે મુજબ છે.
1) પટેલ ધ્યાની 2) પટેલ એની
3) આહિર હીર 4)પટેલ ક્રિશ
5) પ્રજાપતિ વિશ્વા 6) પંચાલ પલ 7) પટેલ આદિ 8) આહીર નક્ષ
9) પરમાર કૃતાર્થ 10) પંચાલ જશ
11) જોશી માહી 12)આહીર ચાર્મી
*આ તમામ બાળકોને તેમજ વાલી મિત્રોને મોતા કેળવણી મંડળના પ્રમુખ શ્રી નવીનભાઈ પટેલ તથા આચાર્યશ્રી દીપિકાબેન પટેલ તેમજ સમગ્ર મોતા કેળવણી મંડળ તેમજ સમગ્ર શાળા પરિવારે આ સ્પર્ધા માટે શુભેચ્છા પાઠવી હતી તેમજ વાલીઓનો વિશેષ આભાર માન્યો હતો

ગુજરાત આત્મીયતા ન્યૂઝ બારડોલી 

Editor :- Himanshu Thakor : 901924808

Share this post:

खबरें और भी हैं...

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल