ગુજરાતની વધુ એક સિદ્ધિ…

ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજીના વરદ્હસ્તે ‘પ્રધાનમંત્રી જનજાતીય આદિવાસી ન્યાય મહા અભિયાન’-PM-JANMAN હેઠળ સમગ્ર દેશમાં ‘બેસ્ટ પર્ફોર્મિંગ રાજય’ તરીકે ગુજરાતને એવોર્ડ એનાયત કરાયો…

નવી દિલ્હી ખાતે “આદિ કર્મયોગી અભિયાન અંગેની નેશનલ કોન્કલેવ”માં આ એવોર્ડ ગુજરાત સરકાર વતી આદિજાતિ વિકાસ વિભાગના અગ્ર સચિવ શ્રી શાહમીના હુસૈને સ્વીકાર્યો

આદિ કર્મયોગી અભિયાન અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા જિલ્લા કક્ષાની કામગીરી ધ્યાને રાખી ગુજરાતના વિવિધ જિલ્લાની પણ પસંદગી કરાઈ…
➡️ PM-JANMAN હેઠળ બેસ્ટ પર્ફોર્મિંગ જિલ્લા તરીકે નવસારી જિલ્લાની પસંદગી
➡️ આદિ કર્મયોગી અભિયાનમાં વલસાડને બેસ્ટ પર્ફોર્મિંગ જિલ્લા તરીકે એવોર્ડ
➡️ બેસ્ટ પર્ફોર્મિંગ ITDAs તરીકે ગુજરાતના છોટા ઉદેપુર અને દાહોદને પસંદ કરાયા
➡️ ધરતી આબા અભિયાનમાં ટોપ પર્ફોર્મિંગ જિલ્લામાં ડાંગ અને દાહોદનો સમાવેશ
➡️ રાજ્ય કક્ષાના સુપર કોચ-માસ્ટર ટ્રેનર તરીકે ગુજરાતની પસંદગી
➡️ આદિ કર્મયોગી અભિયાનમાં ટોપ પર્ફોર્મિંગ જિલ્લા તરીકે વલસાડ, સુરત, ભરૂચ અને તાપીને એવોર્ડ એનાયત






