*કામરેજ ની રામકબીર શાળામાં નિવૃત્તિ વિદાય શુભેચ્છા સમારોહ યોજાયો

➖➖➖➖➖➖➖➖➖➖➖
શ્રી ભારતીય વિદ્યામંડળ સંચાલિત કામરેજ ની રામકબીર શાળાના પાયાના પથ્થર સમાન અને બત્રીસ વર્ષની સેવા બજાવનાર માધ્યમિક વિભાગ ના *નિરીક્ષક શ્રી જયંતીભાઈ જી. પટેલ* વયમર્યાદાના કારણે નિવૃત્ત થયા હતા. શાળાના સ્થાપના વર્ષ 1992 થી આજદિન સુધી તેમણે પોતાની વહીવટી કુશળતા,દ્રઢ નિર્ણયશક્તિના કારણે રામકબીર શાળાની આગવી ઓળખ સુરત જિલ્લા તેમજ કામરેજ તાલુકામાં પ્રસ્થાપિત કરી હતી. ખુબજ મોટી સંખ્યામાં જયંતીભાઈના સ્નેહીજનો ઉપસ્થિત રહી શુભેચ્છા પાઠવી હતી. વડીલબંધુ સુરેશભાઈએ શ્રીભારતીય વિદ્યામંડળ પરિવારનો આભાર માની અગિયાર હજાર રૂપિયાનો ચેક અર્પણ કર્યો હતો. તેમજ માધ્યમિક વિભાગ ના 33 વર્ષની સેવા બજાવનાર *સામાજિક વિજ્ઞાનના શિક્ષક શ્રી ચંપકભાઈ પટેલ તેમજ વિશિષ્ટ શિક્ષિકા શારદાબેન વણકર* પણ વય મર્યાદાના કારણે નિવૃત્ત થયા હતા. જેમના સ્નેહીજનોએ પણ ઉપસ્થિત રહી શુભેચ્છા પાઠવી હતી. ચંપકભાઈ પટેલે સ્મૃતિ ભેટ તરીકે દીવો અને બાર બુલેટિન બોર્ડ શાળાને અર્પણ કર્યા હતા, અને શ્રીમતી શારદાબેન તરફથી પણ
શાળાને સ્મૃતિ ભેટ આપવામાં આવી હતી.
ટ્રસ્ટ પરિવારના પ્રમુખ શ્રી અરવિંદ ભાઈ ભક્ત, માનદમંત્રીશ્રી પરેશભાઈ ભક્ત અને ખજાનચીશ્રી જીગ્નેશભાઈ ભક્ત એ ત્રણે કર્મયોગી મિત્રોને નિવૃત્ત જીવન તંદુરસ્તમય, સુખમય અને આનંદમય રહે તેવી શુભેચ્છા પાઠવી હતી. તેમજ ત્રણે કર્મયોગી મિત્રો સમાજઉપયોગી પ્રવૃત્તિમાં જોડાઈ તેવી અપીલ પણ કરી હતી.
શાળાના *આચાર્ય શ્રી શૈલેષભાઈ દેસાઈ ઉચ્ચતર માધ્યમિક વિભાગના નિરીક્ષક કેતનભાઇ દેસાઈ* તેમજ શ્રીરામકબીર શાળા પરિવારના તમામ શૈક્ષણિક તેમજ બિન શૈક્ષણિક કર્મયોગી મિત્રોએ નિવૃત્ત કર્મયોગી મિત્રોને શુભેચ્છા પાઠવી હતી. ખૂબ જ ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં ભવ્યાતિભવ્ય કાર્યક્રમ યોજ્યો હતો *ઉદઘોષક તરીકે ઉમેશભાઈ ઠક્કરે સુંદર સેવા બજાવી હતી*.






