અમદાવાદઃ આજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત તેમના મંત્રીમંડળે ગુપ્તતાના શપથ લીધા હતા. ત્યારે ભૂપેન્દ્ર પટેલની કેબિનેટમાં 17 મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. હાલ તમામ કેબિનેટ અને રાજ્યકક્ષા સહિત સ્વતંત્ર હવાલાના મંત્રીઓને વિવિધ ખાતાની ફાળવણી કરવામાં આવી છે.