સોનગઢ તાલુકા ગુણસદા પ્રાથમિક શાળામાં નવરાત્રીના ચોથા દિવસની ઉજવણી..

નવરાત્રી મહોત્સવના ચોથા દિવસે સોનગઢ તાલુકા ગુણસદા પ્રાથમિક શાળામાં ભક્તિ આનંદમય વાતાવરણ જોવા મળ્યું.
વિદ્યાર્થીઓ તથા શિક્ષકમંડળે મળીને ગરબા રમ્યા. શાળાના બહાર મેદાનમાં માતાજીના સુંદર અખંડ દીવડા પ્રગટાવી આરતી કરવામાં આવી ત્યારબાદ સૌએ એકસાથે ગરબા ની મોજ માણી.

શિક્ષકો અને બાળકો નવરાત્રીનું મહત્વ સમજાવતાં જણાવ્યું કે આ તહેવાર સન્માન, ભક્તિ અને એકતા સાથે ઉજવવાનો છે. બાળકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. નાના-નાના વિદ્યાર્થીઓથી લઈને મોટા વર્ગના વિદ્યાર્થીઓ સુધી સૌએ તાલ-લય સાથે ગરબા રમ્યા.
આ રીતે પ્રાથમિક શાળામાં નવરાત્રીના ચોથા દિવસની ઉજવણી ભક્તિભાવ, પરંપરા અને આનંદ સાથે યાદગાર બની.
ગુજરાત આત્મીયતા ન્યૂઝ તાપી : 9016924808






