નવરાત્રીના પહેલા દિવસે અંકલેશ્વરની સંસ્કારદીપ વિદ્યાલયમાં માતૃપૂજન’

*તમામ જનની અને પોતાના સંતાનો જોઇને મારી આંખ ભીની થઇ:GPCBના RO ડો.ઓઝા*
————————————————-
આજે માં જગદંબા પહેલા નોરતા….!!!
નવરાત્રીનાં નવ દિવસ પરોક્ષ માતાજીની આરાધના કરતા હોય છે.પણ હાજરાહજૂર પ્રત્યક્ષ માતાની ભાવદર્શન કંઈક કરવામાં આજના સમયમાં અજુગતું લાગે.
પણ મારા બંને સંતાનો નસીબદાર છે કે બાળ ઉછેર પર આર્કિટેક તરીકે કામ કરતી અંકલેશ્વર GIDCમાં આવેલ સંસ્કારદીપ વિદ્યાલયમાં સદ્દભાગ્ય મળ્યુ.જેનો ઉત્તમ દાખલો નવરાત્રી પહેલા દિવસે દ્રષ્ટિપાત થયો.આજે નવરાત્રીના પહેલા દિવસે દિવસે *માતૃપૂજન* (માતવર માટે બાળકોની ભેખ) કાર્યક્રમ થયો.પોતાના બાળકો વર્ષમાં એક દિવસ કંકુ ચોખા અને મિઠાઈ ખવડાવીને જ્યારે માતાને ચરણસ્પર્શ કરે ત્યારે ભાવ વિભોર બનવાના દ્રશ્યો નજરે નિહાળવા મળ્યા.આ પ્રસંગમાં હાલમાં આવેલા અંકલેશ્વર *GPCBના RO અને (પોતે કવિયત્રી) ડો.જિજ્ઞાસાબેન ઓઝાએ ભાવુકતા કહ્યું કે તમામ જનનીઓએ પોતાના સંતાનોનો વહાલ અને લાડકોડ જોઈને મારી આંખ ભીની થઇ ગઈ.*

વિશ્વભરમાં માતા એ સર્વોત્તમ શબ્દ કહેવાય. માતૃ પૂજનના અનોખા કાર્યક્રમમા અંકલેશ્વર GPCBના RO ડો.જિજ્ઞાસાબેન ઓઝાએ જણાવ્યું હતું કે દરેક માતાનું યોગદાન બાળક ઉછેરમાં રહ્યું છે.પહેલા એવી કહેવતો હતી કે *સ્ત્રી બુદ્ધિ પગની પાની સુધી…!!,* આ વાક્યને આપણે સકારાત્મક રીતે લેવું જોઈએ *સ્ત્રીને ખબર પડે ખાડો હોય તો અટકી જાય,* જયારે પુરુષોમાં ખાડો હોય તો તેમને ખબર ન પડતા અંદર પડી જાય છે.આજે પણ અભણ સ્ત્રી પણ પોતાના બાળકના ઉછેરમાં મોટો રોલ હોય છે.માતા પાસે ભલે બે હાથ હોય એ જોઈ શકાય છે પણ અદ્વશ્ય હાથ જોઈ શકતા નથી.પણ અનુભવ કરી શકીએ છીએ.એટલે જ કવિતામાં કહેવાયું છે કે *“હતો હું સૂતો પારણે પુત્ર નાનો,રડું છેક તો રાખતું કોણ છાનો ?.મને દુખી દેખી દુખી કોણ થાતું ?,મહા હેતવાળી દયાળી જ મા, તું !*
જે પ્રસંગે માતાઓ અને બાળકોએ માતૃભાવનો સ્નેહનો સંબંધ પર પ્રતિભાવો આપ્યા હતા.આ કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ એન.કે.નાવડીયા,મંત્રી હિતેનભાઈ આણંદપુરા,AIAના પ્રમુખ વિમલ જેઠવા,ચંદ્રેશ દેવાણી,લેખક બિરેન કોઠારી પણ હાજરી આપી હતી.
ગુજરાત આત્મીયતા ન્યૂઝ : – અંકલેશ્વર ( રિપોર્ટ વિરેન્દ્રસિંહ અટોદરીયા)






