આજ રોજ કામરેજ મામલતદારશ્રી અને ટીડીઓ સાહેબને સામજીક આગેવાન કિશોરભાઈ કંથારીયા અને જયેશભાઈ ઉમરેકર(કંટાળી)દ્વારા પ્રજા હિતમાં રોડ પર રખડતાપશુ વિશે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું

અને રજૂઆત કરવામાં આવી હતી કે કામરેજ ચાર રસ્તા અને આજુ બાજુના રહેણાંક વિસ્તારમાં રોડ પર રખડતા પશુઓ દ્વારા અવારનવાર ગંભીર અકસ્માત થાય છે.ત્યારે આવનાર દિવસોમાં નવરાત્રી તેહવાર આવી રહ્યો હોય.ત્યારે રોડ પર રખડતા પશુ વિકટ સમસ્યા બની ગઈ છે.તે બાબતે મામલતદાર શ્રી અને ટીડીઓ સાહેબને જાણ કરવામાં આવી હતી અને આનો નિવારો જલ્દીમાં જલ્દી લાવવામાં આવ એવી આશા રાખીએ છે અને જો આવનાર દિવસોમાં રખડતાપશુ વિશે ધ્યાન ન આપવામાં આવે અને યોગ્ય કાર્યવાહી ન કરવામાં આવશે.તો મામલતદાર કચેરી તાલુકા પંચાયત કચેરી ખાતે ગાંધી ચિંધ્યા માર્ગે સર્વ સમાજ ને સાથે રાખી આંદોલન કરવા ની ચીમકી ઉચ્ચારી છે.
ગુજરાત આત્મીયતા ન્યૂઝ કામરેજ






