— સુરત જિલ્લા ભાજપ મધ્યસ્થ કાર્યાલય ખાતે સાંસદશ્રી પ્રભુ વસાવાની અધ્યક્ષતા માં પત્રકાર પરિસદ યોજાઈ .

નક્સલવાદને ડામવા માટે અને આદિવાસી સમાજના ઉત્થાન માટે ભારત સરકાર દ્વારા કરેલા કાર્યોની વિગતો આપવા માટે બારડોલીના સાંસદશ્રી પ્રભુભાઈ વસાવાના અધ્યક્ષસ્થાને આવતીકાલે બી.જે.પી. કાર્યાલય, બારડોલી ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું .
સુરત જિલ્લા બારડોલી ભાજપ મધ્યસ્થ કાર્યાલય ખાતે સાંસદ પ્રભુ વસાવા અને જીલ્લા ભાજપના પ્રમુખ શ્રી ભરત ભાઈ રાઠોડ ની ઉપસ્થિતિ માં ની પત્રકાર પરિસદ યોજાઈ હતી.જેમાં સ્વાગત પ્રવચન જિલ્લા પ્રમુખ ભરતભાઈ રાઠોડે કર્યું હતું. ત્યાર બાદ 23 બારડોલી લોકસભાના સાંસદશ્રી પ્રભુભાઈ વસાવાએ પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું હતું.કે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બન્યા ત્યારથી આદિવાસી સમાજના વિકાસ માટે અનેક યોજના અમલ કરાવ્યું હતું.આદિવાસી સમાજની દીકરી દેશના રાષ્ટ્રપતિ બન્યા ,નકસલ પ્રભાવિત આદિવાસી વિસ્તારમાં યુવાનોના હાથમાંથી બંદૂક છોડાવી શિક્ષણ ને વેગ આપી નવો વિકાસ આપ્યો ,બંદૂક ની જગ્યા પર કમ્પ્યુટર આપ્યા ,આદિવાસી વિસ્તારમાંથી નકસલવાદ દૂર કરવા કામ કર્યું , 178 જેટલી એકલવ્ય મોડેલ સ્કૂલ શરૂ કરી આદિવાસી બાળકો ને શિક્ષિત કર્યા , ત્યાર બાદ વર્ષ 2013 માં નકસલ પ્રભાવિત અનેક જિલ્લા હતા પરંતુ આજે નકસલ પ્રભાવિત વિસ્તાર ઓછા થઈ ગયા ,વામપંથી ઉગ્રવાદ ઘટનાઓ 2010માં 19396 બની. 2024 માં ઘટીને 374 થઈ .
1.નકસલવાદ અને માઓવાદ વિરુદ્ધ નિર્માણકારી કાર્યવાહી, 2..આદિવાસી સમુદાયોના વિકાસ અને ઉત્થાન માટેના પ્રયાસ, 3.પ્રગતિના ગ્રીન કોરીડોર નું નિર્માણ ,4..જનજાતીય બહુલ ક્ષેત્રો માં રાષ્ટિય સુરક્ષા , 5.જન કેન્દ્રિત, નહીં કે બળ કેન્દ્રિત અભિગમ જેવા
કેન્દ્ર સરકારની નરેન્દ્ર ભાઈ મોદીના શાશનમાં કરેલા કામોની વિકાસ ગાથા વિસ્તૃત માહિતી આપી હતી.
આ પત્રકાર પરિષદ માં જિલ્લા પ્રમુખ ભરતભાઈ રાઠોડ, સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવા, જિલ્લા મહામંત્રી શ્રી જીગરભાઈ નાયક, પ્રદેશ મીડિયા વિભાગ સદસ્ય તેજસ વશી, તથા જીલ્લા સંગઠન ના તમામ મંડળ પ્રમુખશ્રીઓ હાજર રહ્યા હતા . આ પત્રકાર પરિષદ નું સંચાલન મહામંત્રી શ્રી જીગરભાઈ નાયક એ કર્યું હતું.
—–
નકસલ પ્રભાવિત રાજ્ય માટે મોદી સરકારે શું કર્યું
1- શિક્ષણ
-178 જેટલી એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કૂલ
-યુવાનોને સ્પર્ધાત્મક પરીક્ષાઓ
-પી. એમ ગતિશકિત યોજના
-આદિવાસી વિસ્તારમાં ઊંચ શિક્ષણ માટે સ્કોલરશિપ યોજના
– 2.રોજગાર અને આત્મનિર્ભરતા
– ગ્રામીણ કોશલ યાત્રા
– મુદ્રા લોન, સ્ટાર્પ અપ ઇન્ડિયા
– જંગલ ઉત્પાદન ના ન્યાયી ભાવ માટે મિનિમમ સપોર્ટ પ્રાઇસ
– સ્ટેન્ડ અપ ઇન્ડિયા અને સ્ટાર્ટ અપ ઇન્ડિયા
3..ઇન્ફાસ્ટકચર વિકાસ
4- આરોગ્ય અને પોષણ
5-સાંસ્કૃતિક અને સામાજિક વિકાસ
6-રાષ્ટ્રપ્રેમ અને મુખ્યધારા જોડાણ






