વરસાદી વાતાવરણમાં નિઃસહાય ભટકતી માનસિક અસ્વસ્થ મહિલાના વ્હારે આવતી બારડોલી ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન

*વરસાદી વાતાવરણમાં નિઃસહાય ભટકતી માનસિક અસ્વસ્થ મહિલાના વ્હારે આવતી બારડોલી ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન*

 

*_બારડોલી અભયમ રેસ્કયું ટીમ ઘટના સ્થળ પર પહોચી મહિલાનું કાઉન્સેલિંગ કરતા જાણવા મળેલ કે તેઓ માનસિક રીતે અસ્વસ્થ છે અને રખડતું ભટકતું જીવન જીવે છે જેઓને હાલ આશ્રય અને માનસિક બીમારીની સારવારની જરૂર હોવાથી જીવનજ્યોત માનવ મંદિર મંદબુધ્ધિ આશ્રમ, કામરેજ ખાતે સુરક્ષિત આશ્રય અપાવવામાં આવેલ છે_*.

એક જાગૃત નાગરિક દ્વારા ૧૮૧ અભયમ્ મહિલા હેલ્પલાઇનમાં ફોન કરી જણાવેલ કે એક અજાણી મહિલા જેમની ઉંમર આશરે 35 વર્ષ હશે તેઓ માંગરોળ તાલુકાના કોસંબા ગામ પાસે આવેલા એક હોટલ પર ૩-૪ દિવસથી એકલાં બેસી રહે છે.તેમના વર્તન પરથી તેવો માનસિક રીતે અસ્વસ્થ હોય તેવું લાગે છે.તેથી મહિલા ના કાઉન્સેલિંગ કરવા માટે ૧૮૧ ની મદદ ની જરૂર છે

જેના પગલે ૧૮૧ ના કાઉન્સેલર પટેલ ખૂશ્બૂ,હેડ કોન્સ્ટેબલ ચૌધરી ચંદ્રિકાબેન તેમજ પાઇલોટ શેખ અકરમભાઈ તાત્કાલિક બારડોલી થી નીકળી ઘટના સ્થળે અજાણી મહિલાની મદદ માટે પહોચ્યા. ત્યારબાદ ૧૮૧ ટીમે મહિલાની સાથે શાંતચીત સ્વભાવે પૂછપરછ કરેલ તેમનું નામ, સરનામું તેમના પરિવારના સભ્યોના નામ કે મોબાઈલ નંબર જાણવાના પ્રયત્ન કરેલ પરંતુ તેઓએ અલગ-અલગ ગામોના નામ જણાવ્યા હતા બીજું કાંઈ જ યાદ ના હતુ. ઘટનાસ્થળ પર હાજર હતા એ લોકોને પૂછપરછ કરી તેમજ આજુ-બાજુના વિસ્તારમાં તપાસ કરવામાં આવેલ પરંતુ મહિલા ને કોઈ ઓળખતા ન હતા. મહિલા એ તેમનુ નામ જણાવેલ પરંતુ બીજુ કોઈ માહિતી જણાવેલ નહીં તેમજ મહિલાને કોઈનું નામ કે મોબાઈલ નંબર કાંઈ જ યાદ ન હતાં. મહિલાનાં પરિવારજનોની કોઈ પણ માહીતી ન મળેલ તેથી મહિલાને હાલ આશ્રય અને માનસિક સારવારની મદદની જરૂર હોવાથી જીવનજ્યોત માનવ મંદિર મંદબુધ્ધિ આશ્રમ, કામરેજ, સુરત ખાતે સુરક્ષિત આશ્રય અપાવવામાં આવેલ છે. આ ફોટા સાથે બહેનની માહિતી માટે ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન ટીમ અથવા જીવનજ્યોત માનવ મંદિર મંદબુધ્ધિ આશ્રમનો સંપર્ક કરવો.

 

ગુજરાત આત્મીયતા ન્યૂઝ બારડોલી

Share this post:

खबरें और भी हैं...

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल