

આજકાલ બાળકોમાં વધી રહેલુ પેકેટ ફૂડ તરફનું આકર્ષણ ઘટાડવા અને બાળકોને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત કરવાના હેતુસર જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા સુરત જિલ્લાની શાળાઓમાં ‘સુગર બોર્ડ’ નિદર્શન પ્રવૃત્તિ કરાવાઈ હતી. જેમાં બાળકોમાં અતિપ્રિય બની રહેલા બિન આરોગ્યપ્રદ ખોરાક જેવા કે જંક ફૂડ, ઠંડા પીણા,

ચોકલેટ્સ વગેરેમાં રહેલું સુગરનું પ્રમાણ દર્શાવતો ચાર્ટ એટલે કે સુગર બોર્ડ તૈયાર કરી તેને શાળામાં એવી જગ્યાએ મુકાયા છે કે દરરોજ બાળકો તે જોઈ, વાંચી આરોગ્યપ્રદ ખોરાકની પસંદગી કરી શકે. અને તેના સેવનથી આરોગ્ય સાથે સંકળાયેલા જોખમો વિશે વિદ્યાર્થીઓ સરળતાથી જાણકારી મેળવી શકે.
ગુજરાત આત્મીયતા ન્યૂઝ : સુરત






