કામરેજ : ઉમા મંગલ હોલ ખાતે હરિપ્રબોધમ પરિવાર દ્વારા ગુરુપૂર્ણિમા ઉત્સવ પ્રગટ ગુરુ હરિ પ્રબોધજીવન સ્વામિજી ના સાનિધ્યમાં ઉજવ્યો…


આ પ્રસંગે ઉપસ્થિત શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિર અમદાવાદ બાકરોલ થી પધારેલ સંત શ્રી ભક્તિ પ્રિય સ્વામીજી તથા સંત શ્રી હરિચરણ સ્વામિ (ગુરુ નું ઋણ અદા કરવા માટે આધ્યાત્મિક જીવનમાં ગુરુ ભક્તિ વિશે તથા જીવનમાં ગુરુની અનિવાર્યતા વિશે પ્રેરણાત્મક પ્રસંગો નુ સહજતાથી પ્રવચન થકી ભકતો બળ આપ્યું : ) તથા હરી ચિંતન પ્રદેશ ના વડીલ હરિભક્તો અર્જુન મામા . નટુભાઈ. અશોકબાપા ; આશિષભાઈ વિક્રમસિંહ ચાવડા અનેક વડીલો તથા ભાજપાના કામરેજ વિસ્તાર ના તાલુકા પંચાયત શાસક પક્ષના નેતા રમેશભાઈ શિગાણાની વિષેશ અતિથિ તરીકે ઉપથિત રહ્યા હતા સંત શ્રી ભક્તિ પ્રિય સ્વામીજી ના પરાવાણી દર્શન નો લાભ લીધાં હતા બારડોલી , નવસારી . કોરીભરથાણા. કામરેજ ઓલપાડ વગેરે વિભાગ માથી સત્સંગ મંડળના અંબરીશ ભકતો રેગયુલર સત્સંગ અઠવાડિક સભા ભરતા યુવકો અને ભાઈઓ અને બહેનો ની ખુબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ગુરુ હરી હરીપ્રસાદ સ્વામીજી અને પ્રગટ ગુરુ હરી પ્રબોધજીવન સ્વામીજી ના પ્રત્યક્ષ આનિધ્ય માં સંત શ્રી ભક્તિ પ્રિય સ્વામીજી આધ્યાત્મિક માર્ગદર્શન હેઠળ સત્સંગ સભા અને સનાતન સંસ્કૃતિ અનુસાર ગુરુ પૂજન કરી દર્શન કરી ગુરુપૂર્ણિમા ઉત્સવ ખુબ ભક્તિમય વાતાવરણ માં ઉત્સાહપૂર્વક ઉજવાયો હતો.. જય સ્વામિનારાયણ : દાસ ના દાસ …


(પ્રગટ ગુરૂ હરી હરિ પ્રબોધજીવન સ્વામી)
“કોઈ આત્મીય બને કે ન બને મને આત્મીય બનાવશોજી”
દાસ ના દાસ. હે હરિ બસ તુ એક રાજી થા !!

(ગુરુ હરી હરીપ્રસાદ સ્વામિજી મહરાજ)
ગુજરાત આત્મીયતા ન્યૂઝ : તંત્રી : હિમાંશુ ઠાકોર : 9016924808 : બારડોલી






