ભાજપ શાસકોના સબ સલામતના દાવાની પોલ ખોલતા આમ આદમી પાર્ટી નાવિપક્ષ નેતા Payal Sakariya
*શહેરના પ્રતિનિધિ બનીને ફરતા તમામ આગેવાનો – નેતાઓ કયા પ્રકારની ચર્ચા કે આયોજનો કરતા હશે તે ખૂબ મોટો સવાલ : પાયલ સાકરિયા*

*ખાડીપુરને કારણે જેટલા પણ ઘરો, માર્કેટો કે કોમર્શિયલ ને જે નુકસાની થઈ છે તેમને વળતર આપવામાં આવે : પાયલ સાકરિયા*

*નિયમ કાયદા ફક્ત સામાન્ય જનતા માટે; મીંઢોળા નદી પરના ગેરકાયદે જિંગા તળાવ ભાજપના ધારાસભ્ય બેફામ ચલાવી રહ્યા છે : પાયલ સાકરિયા*
*ડબલ એન્જિન અને ટ્રિપલ એન્જિનની ડંફાસો મારતા ભાજપ શાસકોના એન્જીનોનું એક બીજા સાથે સંકલન નથી : પાયલ સાકરિયા*

ચોમાસાની ઋતુમાં સુરત શહેરના જે બેહાલ થયા છે અને ભાજપ શાસકોની નિષ્ફળતા જે રીતે છતી થઈ છે તેના અનુસંધાને આજરોજ આમ આદમી પાર્ટી દ્વારા એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી સુરત મહાનગરપાલિકા વિપક્ષ નેતા પાયલ સાકરિયાએ જણાવ્યું હતું કે, અમે આજે જનતાની વાત ભાજપ શાસકો, ધારાસભ્યો, સાંસદો, મંત્રીઓ અને મોટા મોટા અધિકારીઓ સુધી પહોંચાડવા આવ્યા છીએ. છેલ્લા ત્રીસ વર્ષથી સુરત શહેરમાં ભારતીય જનતા પાર્ટીના શાસકો રાજ કરી રહ્યાં છે ત્યારે છેલ્લા ત્રીસ વર્ષમાં સુરત ને બદસૂરત બનાવવાનું કામ ભાજપ શાસકોએ કર્યું છે. દર વર્ષે પાણી ભરાવવાની સમસ્યાઓ થાય છે, લોકો હેરાન થાય છે., ગટરના પાણી પણ લોકોના ઘરોમાં પહોંચે છે, ખાડીપુર આવવાથી બે દિવસ રહી ને પૂર ઉતરી જાય પછી દવાનો છંટકાવ કરીને ફોટો સેશન કરતા હોય છે અને ખોટી વાહવાહી લૂંટતા હોય છે . ચોમાસા બાબતની સંકલન મિટિંગ થતી હોય તેમ કયા પ્રકારની ચર્ચા તમામ ધારાસભ્યો કરતા હશે ? શહેરના પ્રતિનિધિ બનીને ફરતા તમામ આગેવાનો નેતાઓ કયા પ્રકારની ચર્ચા કે આયોજનો કરતા હશે તે ખૂબ મોટો સવાલ છે.

આ વર્ષે ખૂબ પૂર આવ્યું, લોકો હેરાન પણ થયા, દર વર્ષે કોઈ ને કોઈ વ્યક્તિ આવા ખાડીપુરમાં પોતાનો જીવ ગુમાવે છે, ગંદકીની અંદર લોકો રહેવા મજબૂર થાય છે, ભૂખ્યા તરસ્યા રહેવા મજબૂર થાય છે., પાણી ભરાવાથી ટ્રાફિકનો પણ સામનો કરવો પડે છે. સુરત શહેરમાં આશરે 53 કી.મી.જેટલી લાંબી ખાડી પસાર થાય છે, અને આ ખાડીના પાણી લોકોના ઘરોમાં ભરાતા અંદાજિત 5 થી 9 લાખ લોકો તેનાથી અસરગ્રસ્ત થાય છે. દર વર્ષે આટલા લોકો અસરગ્રસ્ત થાય છે તો તેના માટે કોઈ આયોજન શા માટે નથી કરવામાં આવતું ? આ ખાદીપુરના મુખ્ય કારણોમાં કુદરતી વરસાદ નહીં પણ, ટીપી સ્કીમો બનાવવામાં આવે છે ત્યારે કોર્પોરેશન અને રાજ્ય સરકાર દ્વારા જે આયોજનો નક્કી કરવામાં આવે છે તેમાં ફાઈનલ પ્લોટ કે જે કોર્પોરેશન અને રાજ્ય સરકાર બંને ભેગા મળીને બનાવતા હોય છે, તે ફાઈનલ પ્લોટ ખાડીની અંદર આપી દેવામાં આવે છે. સાથે સાથે ખાડીની અંદર મોટા મોટા બાંધકામ થઈ ગયા, મોટી મોટી માર્કેટો બની ગઇ તો કયા કારણોસર આ બધી માર્કેટો સામે કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી તે ખૂબ મોટો પ્રશ્ન છે. આ બાબતે વિપક્ષ આમ આદમી પાર્ટીએ વારંવાર રજૂઆત કરી છે છતાં કોઈ નિરાકરણ લાવવામાં નથી આવ્યું. ખાડીના વહેણને રોકવામાં આવ્યું દબાણ શા માટે અટકાવવામાં નથી આવ્યું તે પણ મોટો પ્રશ્ન છે.
પાયલ સાકરિયાએ વધુમાં જણાવ્યું હતું કે, મીંઢોળા નદી પાસે ગેરકાયદે જિંગા તળાવો કે જે ભાજપ શાસકોની મહેરબાની હેઠળ બનેલા છે જેને હટાવવામાં તંત્ર પણ નિષ્ફળ છે., તેને કારણે પણ આસપાસના લોકોએ ખૂબ સહન કરવું પડે છે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓના જિંગા તળાવોને કારણે અસરગ્રસ્ત વિસ્તારની સંખ્યા ખૂબ મોટા પ્રમાણમાં વધી રહી છે, પુષ્કળ લોકોએ આનો સામનો કરવો પડે છે. પાયલ સાકરિયાએ જણાવ્યું હતું કે શું લોકોએ આને માટે તમને મત આપ્યા છે ? સંકલન બેઠકમાં આની પણ ચર્ચા થાય અને તેનું નિરાકરણ આવે તેવી અમારી લાગણી છે. સાથે સાથે, ખાડીપુરને કારણે જેટલા પણ ઘરો, માર્કેટો કે કોમર્શિયલ છે તેમને જે નુકસાની થઈ છે તેમને પણ વળતર આપવામાં આવે તેવી માંગ પાયલ સાકરિયાએ કરી હતી. જ્યારે જ્યારે ચોમાસુ પૂરું થાય ત્યારે નાટક મંડળીની જેમ આવીને વાર્તા રે વાર્તા ની જેમ લોકોને ભરમાવીને અને મૂર્ખ બનાવવા આવી જતા હોય છે. પરંતુ સુરત શહેરની જનતા મૂર્ખ નથી, અને તમે જો એમ સમજતા હોવ કે સુરતની જનતાને મૂર્ખ બનાવી દઈશું તો બનશે નહીં. ભાજપ શાસકોએ બેજવાબદારી ભર્યું ભર્યું જે કામ કર્યું છે જેનાથી લોકો વાકેફ થયા છે. આ વખતે લોકો ભાજપને એનો જવાબ આપશે. આખા શહેરમાં તમામ જગ્યાએ પાણી ભરાવા માટે જવાબદાર ભાજપ શાસકો વાતો કરે છે કે ડબલ એન્જિન અને ટ્રિપલ એન્જિનની સરકાર , તો હું કહેવા માંગુ છું કે ડબલ એન્જિનનું કોઈ ઠેકાણું જ નથી કેમ કે, બંને એન્જીનોનું કોઈ સંકલન જ નથી, ન તો પહેલા એન્જિનનું બીજા એન્જિન સાથે સંકલન છે, ના તો બીજા એન્જિનનું ત્રીજા એન્જિન સાથે સંકલન. તો સવાલ એ છે કે ભાજપની ત્રણેય જગ્યા પર સરકાર છે તો કેમ કોઇ આયોજન કરવામાં નથી આવતું? કરોડોના ખર્ચે સુરત શહેરમાં વરસાદી લાઈનો નાખવામાં આવી પણ આ વરસાદી લાઈનો પણ પાણી નથી લઈ શકતી. બેજવાબદારી ભર્યા કામ અને પ્લાનિંગના અભાવે જેમ ફાવે એમ લાઈનો નાખી દીધી છે, અને છેલ્લે આ વરસાદી લાઈનો STP માં જાય છે. ભાજપ શાસકો સદંતર નિષ્ફળ નીવડ્યા છે, અને સદંતર નિષ્ફળતાના કારણે આજે સુરત શહેરની સુરત બગડી છે. એક બાજુ સુરત શહેરના લોકો ગર્વ અનુભવે છે કે આપણને આટલા બધા એવોર્ડ મળ્યા, બીજી તરફ સુરત શહેરના લોકોને ખરાબ રસ્તો થી માંડી, ખરાબ ગટર વ્યવસ્થા થી લઈ રોડ પર પાણી ભરાવવાની સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.
પાયલ સાકરિયાએ અંત માં કહ્યું હતું કે મીડિયા માધ્યમથી શાસકોને કહેવા માંગીએ છીએ કે, આજની શાસકોની અધિકારીઓ સાથેની સંકલન મિટિંગમાં જે જે ધારાસભ્યો, સાંસદો, મંત્રીઓ હાજર રહેવાના છે તો છેલ્લા ત્રીસ વર્ષથી તમે શાસન કરો છો, અઢી થી ત્રણ વર્ષથી તમારી પ્રતિનિધિ તરીકે જવાબદારી નિભાવો છો, તો આજની સંકલન મિટિંગ પછી મીડિયાના માધ્યમથી લોકોને જવાબ આપો કે છેલ્લા ત્રણ વરસમાં તમે એવી કઈ કામગીરી કરી છેં કે વરસાદના કે ખાડીપુરના પાણી લોકોના ઘરોમાં ના ઘૂસે, તમે એવા કયા કામો કર્યા છે જે વરસાદી લાઈનો ચોકઅપ થાય છે તે ના થાય, પ્રોમોન્સૂનની કામગીરી ના મોટા મોટા ઢોલ પીટો છો તો પ્રોમોન્સૂનની કામગીરીમાં તમારી પોલ ખુલી જાય છે.
આમ, આજની પ્રેસ કોન્ફરન્સમાં વિપક્ષ નેતા પાયલ સાકરિયાએ શાસકોને ભરપૂર આડેહાથ લીધા હતા અને ભાજપ શાસકોના સબ સલામતના દાવાની પોલ ખોલી હતી. પાયલ સાકરિયા સાથે વિપક્ષ ઉપનેતા મહેશભાઈ અણઘણ, દંડક રચનાબેન હીરપરા, કોર્પોરેટર વિપુલભાઈ સુહાગીયા અને સેજલબેન માલવિયા પણ સાથે જોડાયા હતા…
Gujarat Aatmiyata News :- Aam Aadmi party press conference Surat : Editor :- Himanshu Thakor : 9016924808






