
સુરત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત માંડવી તાલુકાની વાઘનેરા પ્રા. શાળામાં આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિ અને સાસંદ પરભુભાઇ વસાવાએ શાળાપ્રવેશ મહોત્સવ અંતર્ગત આંગણવાડી, બાલવાટિકા અને ધો.૧માં કુલ ૭ બાળકોનો શાળાપ્રવેશ કરાવ્યો હતો.

સાથે સમગ્ર શિક્ષા અભિયાન હેઠળ રૂ.૧૭ લાખના ખર્ચે નવનિર્મિત બે વર્ગખંડનું લોકાર્પણ અને ટ્રાયબલ સબ પ્લાન અંતર્ગત રૂ.૧૫ લાખના ખર્ચે નિર્માણ પામનાર સભાખંડનું ખાતમુહૂર્ત કર્યું હતું.
*ગુજરાત આત્મીયતા ન્યૂઝ : માંડવી*






