” પંખી ની ભાઈબંધી “
પક્ષી નિરીક્ષણમાં રસ લેના૨ાઓ હવે વધતા જાય છે . બાળકો , કિશોરો , યુવાઓ અને વયસ્કો પણ તેમાં રસ લેતા થયા છે ઉંમરની માફક વ્યવસાયની પણ તેમનામાં સારી એવી વિવિધતા જોવા મળે છે .
નવા નવા પંખીઓ જોવા મળતાં રહે તો તેઓ બહુ ખુશ થાય છે .તેની નોંધ રાખે છે . મિત્રોમાં તેમના વિશે વાતો કરતા રહે છે . સદભાગ્યે આપણાં ગુજરાત રાજ્યમાં પંખીઓની વિવિધતા ઘણી છે . લગભગ સાડા પાંચસો જેટલી જાતો અહીં નોંધાઈ છે .
પણ ઓળખાયેલા પંખીઓની સંખ્યા આપણી યાદીમાં વધે તેટલા માત્રથી ઈતિશ્રી માની લેવાની નથી . તેમનાં જીવનમાં ઊંડા ઊતરવું જોઈએ . પંખીઓની વિવિધ દૈનિક પ્રવૃત્તિઓનાં ઘનિષ્ટ નિરીક્ષણ દ્વારા તેમના જીવનનાં જુદા જુદા પાસાઓની જાણકારી અને સમજ મેળવવી જોઈએ .
પંખીઓનાં નિરીક્ષણ દ્વારા માનવી ના જીવનમા કેવો આનંદ મળે છે .

યુરોપ – અમેરિકામાં તો રજાના દિવસે લાખો લોકો દૂરબીન અને કેમેરા લઈને પંખીઓનાં નિરીક્ષણ માટે ઘૂમવા નીકળી પડે છે પકૃતિનો સાચો આનંદ મજા માણે છે. નાના વિદ્યાર્થીઓથી માંડી મોટા મોટા વ્યવસાયીઓ , ઉદ્યોગપતિઓ , ડોક્ટરો , વહીવટકર્તાઓ , વકીલો , હિસાબનીશો પકૃતિપ્રેમી વગેરે સૌ તેમાં સામેલ હોય છે .

પક્ષીનિરીક્ષણ એ ઘરના ખુણે બેસીને કરવાની પ્રવૃત્તિ નથી . તેના માટે ખેતર – પાદર , નદી – નાળા , તળાવ – સરોવર , વન – ઉપવન અને દરિયાકિનારાની મુલાકાતે જવાનું હોય છે . એ રીતે પ્રકૃત્તિ વચ્ચે વિહરવાની , તેને જાણવા માણવાની તક આપણને મળે છે .
ઈશ્વર ની કુદરતને આપેલ અનમોલ ભેટ પંખી…
તંત્રી : હિમાંશુ ઠાકોર :- 9016924808






