મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મહીસાગરના દિવડાની પીએમ શ્રી સ્કૂલ ખાતેથી શિક્ષણ મંત્રી શ્રી ડૉ. કુબેરભાઈ ડિંડોર તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ‘કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-2025’નો રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો…

માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તત્કાલીન મુખ્યમંત્રી તરીકે ગુજરાતમાં શરૂ કરાવેલા લોકહિતના બધા કાર્યક્રમો અપાર સફળતા પામ્યા છે અને તેના સુખદ પરિણામો જોવા મળે છે : મુખ્યમંત્રીશ્રી

આ અવસરે મુખ્યમંત્રીશ્રીએ શાળા, શિક્ષક અને શિક્ષણની ત્રિવેણીથી શિક્ષણનો વ્યાપ વધુને વધુ વિસ્તારી સમાજ વિકાસ દ્વારા વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતનું ભાવિ તૈયાર કરવાની રાજ્ય સરકારની નેમ વ્યક્ત કરી…






