25 જૂન, 1975 નો દિવસ એટલે લોકશાહીની સંવિધાન હત્યાનો કાળો અધ્યાય…

તે વખતના આપખુદ તાનાશાહ સત્તાધીશોએ પોતાના અહંકાર અને સત્તા લાલસાના કારણે પ્રજાજનોની અભિવ્યક્તિ અને તેમના અધિકારોને રુંધી દીધા હતા.
કટોકટી લગાવ્યાના 50 વર્ષ પૂર્ણ થયા છે, ત્યારે નવી પેઢી સંવિધાનના લોકતાંત્રિક મૂલ્યોની મહત્તાને જાણે અને ભવિષ્યમાં લોકશાહીની ગરિમાને કલંકિત કરતી આવી કોઈ ઘટના ફરી ન બને તે હેતુથી દેશમાં આ દિવસને ‘સંવિધાન હત્યા દિવસ’ તરીકે મનાવવામાં આવી રહ્યો છે.
આ નિમિત્તે આજે ગાંધીનગર ખાતે આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને સંવૈધાનિક મૂલ્યોના આદર માટે સૌને હાકલ કરી.
સંવિધાન હત્યા દિવસ નિમિત્તે કટોકટીની સમગ્ર ઘટનાનું વિવરણ કરતી તેમજ અનેક યાતનાઓ વેઠીને સંવિધાનની રક્ષા માટે યોગદાન આપનાર દેશવાસીઓનો જુસ્સો દર્શાવતી ‘કટોકટી- લોકશાહીનો કાળો અધ્યાય’ પ્રસ્તુતિ નિહાળી.
કટોકટીના એ કલંકિત કાળખંડમાં માનનીય મોદીજીએ પણ તાનાશાહીની વિરુદ્ધની લડાઈમાં યોગદાન આપ્યું હતું, અને આજે તેઓ દેશના વડાપ્રધાન તરીકે સંવિધાનનું ગૌરવ અને ગરિમા જાળવવાનું કામ કરી રહ્યા છે.
આવો, આપણે સૌ એક થઈને “સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસ” – મંત્રને આત્મસાત કરી લોકતંત્રને વધુ મજબૂત બનાવવા અને વિકસિત ભારતના નિર્માણના પુરુષાર્થમાં જોડાવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ હાકલ કરી છે






