વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્લેન ક્રેશ દુર્ઘટનાની સમગ્ર પરિસ્થિતિનો ચિતાર મેળવવા આજે સવારે અમદાવાદ ખાતે દુર્ઘટના સ્થળની પ્રત્યક્ષ મુલાકાત લીધી હતી તેમજ પ્લેન ક્રેશ થવાને કારણે ક્ષતિગ્રસ્ત થયેલી મેડિકલ હોસ્ટેલ અને મેસ બિલ્ડિંગનું નિરીક્ષણ કર્યું હતું.

વડાપ્રધાન સાથે આ મુલાકાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી કિંજારાપ્પુ રામ મોહન નાયડુ, કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ, કેન્દ્રીય રાજ્ય ઉડ્ડયન મંત્રી મુરલીધર મોહોલ, રાજ્યના મંત્રીશ્રીઓ તેમજ રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીશ્રીઓ, રાજ્ય પોલીસ મહાનિદેશકશ્રી સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.






