“શૌર્યનું સિંદૂર, રાષ્ટ્રભક્તિની મહેક;
તિરંગાની શાન સાથે સિંદૂર યાત્રા”

જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં નિર્દોષ પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલાની ઘટના બાદ ભારતીય સેનાએ ‘ઓપરેશન સિંદૂર’ દ્વારા માઁ ભારતીને તથા આપણા તિરંગાને અપાવેલા ગૌરવને વધાવવા વીર જવાનોના સન્માનમાં યોગીચોક-કિરણચોક-કારગીલ ચોક સુધી આયોજિત ‘તિરંગા યાત્રા’ને ફ્લેગ ઓફ કરાવ્યું.
આદરણીય યશસ્વી પ્રધાનમંત્રી Narendra Modi ના સમર્થ નેતૃત્વમાં દેશ ઉપર કોઈ પણ આપત્તિનો સામનો કરવા તેમજ આતંકીઓને પાળનાર પાકિસ્તાનના ઘરમાં ઘુસીને આતંકવાદીઓને ખાત્મો કરવા ભારતીય સેના સક્ષમ છે.
આ રાષ્ટ્રપ્રેમની આ તિરંગા યાત્રાની ક્ષણે કામરેજ વિધાનસભા ના ધારાસભ્ય. ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયા મેયર દક્ષેશભાઈ માવાણી, શહેર સંગઠન પ્રમુખ પરેશભાઈ પટેલ સહિત સંગઠનના હોદ્દેદારશ્રીઓ, વિવિધ સંસ્થાઓ અને સમાજના આગેવાનશ્રીઓ, કાર્યકર્તામિત્રો તેમજ દેશપ્રેમી સુરત ના નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
ભારત માતા કી જય????????






