સુરત જિલ્લા ભા.જ.પા દ્વારા વકફ સુધારણા જનજાગૃતિ અભિયાન” અંતર્ગત કાર્યશાળા બારડોલી ખાતે યોજાઈ.

“વકફ સુધારણા જનજાગૃતિ અભિયાન” અંતર્ગત સુરત જીલ્લાની કાર્યશાળા આજરોજ સુરત જીલ્લા ભા.જ.પા દ્વારા શ્રી કમલમ ભાજપા મધ્યસ્થ કાર્યાલય ખાતે જીલ્લા પ્રમુખ ભરતભાઈ રાઠોડની ઉપસ્થિતમાં યોજાઈ હતી. જેમાં સ્વાગત પ્રવચન જિલ્લા પ્રમુખ ભરતભાઈ રાઠોડે કર્યું હતું. ત્યાર બાદ સંયોજક .તુષારભાઈ પટેલ. જણાવ્યું હતું કે. સૌનો સાથ અને સૌનો વિકાસ એ બીજેપીનો એક જ સિદ્ધાંત છે. કેન્દ્ર સરકારે દરેક સમાજને પ્રોત્સાહન આપ્યું છે. પંચાયત થી પાર્લામેન્ટ સુધી 33 ટકા અનામત મહિલાઓને તક આપીને છે.અને લોક પ્રતિનિધિ પણ બનાવ્યા છે.વધુમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વકફ બોર્ડ અંગે અભ્યાસ કરીને તેના માધ્યમ થી હક અને અધિકાર જાણવાની કોશિશ કરી છે. અસમંજસ હોય,તેવા કેટલાક દાવા કોર્ટમાં હજુ સુધી પેન્ડિંગ છે. 7/12 માં નામ, પંચાયત દફતરે નોંધાયા છે. કે. જો તમે સાટાખટ કર્યો હોય તો .તેનો દસ્તાવેજ કરાવીને માલિકી હક્ક આપ્યો છે. કેટલીક મસ્જિદો, ઇબાદત ખાના, જે નામ પર ન હતા.તેને લોકો સરકાર ના કાયદા, ધારા ધોરણ સમજીને ભાજપા સરકારે કોઈ દિવસ હક્ક નથી છીનવ્યો, સરકારની જવાબદારી થી નિર્ણય લે છે. વકફની મિલકતો ,જમીનો, દુકાનો, એપાર્ટમેન્ટ,બન્યા છે.જેનું બની બેઠેલા લોકો શોષણ કરીને આર્થિક લાભ ઉઠાવે છે. વકફ માં જે જમીન આપી છે.તે હેતુ બદલીને સરકાર જે બિલ લાવી છે.તેનું સમર્થન કરીને કાયદારૂપ જીવન જીવી શકે તેવી લાગણી છે. જાગૃતિ આવે એ માટે ઓટલા બેઠક ધ્વારા લોક 9ને જાગૃત કરશે.અને બધાનું સમાજ માં સન્માન પેદા થાય. આ પ્રકારની વ્યવસ્થા કરીને સાચી સમજ અને ઓળખ, થાય તે કાર્ય કરી કરશે.અને લોકોના.પ્રશ્નોનું સ્થાનિક કક્ષાએ નિરાકરણ થાય તે રીતે કામ કરીએ. ત્યાર બાદ અફઝલભાઈ પઠાણે એ કાશ્મીર ના પહેલગામ માં પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલામાં અવસાન પામેલા મૃતકો ને આત્માની શાંતિ માટે બે મિનિટ નું મોન પાડવામાં આવ્યું હતું અને ત્યાર બાદ અફઝલ ભાઈ પઠાણે જણાવ્યું હતું.કે. આતંકવાદી હુમલાને નિદાકરતા સખત શબ્દોમાં વખોડી કાઢ્યો છે.અને વકફ બોર્ડ ના બિલ અંગે અમે સરકાર ના નિર્ણય સાથે જ છે.અને સમર્થન આપીએ છીએ.

આ કાર્યશાળામાં સુરત જીલ્લા ભાજપાના પ્રમુખ ભરતભાઈ રાઠોડ, મહામંત્રી જીગરભાઈ નાયક, સુરત જીલ્લાના સંયોજકો કિશન ભાઈ પટેલ, તુષારભાઈ પટેલ, અશોકભાઈ રાઠોડ, અફઝલભાઈ પઠાણ, લઘુમતી મોરચાના પ્રમુખ હુસેનભાઇ, મહામંત્રી સલીમભાઈ, મૂર્તુઝાભાઈ ટાયરવાલા, રાકેશભાઈ કંથારીયા, કિશોરભાઈ માહ્યાવંશી, તેમજ શહેર ના કાર્યકરો મોતી સંખ્યા મા ઉપસ્થિત રહ્યાં હતાં.
ગુજરાત આત્મીયતા ન્યૂઝ : તંત્રી : હિમાશુસિંહ ઠાકોર : 9016924808






