– સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા બારડોલી સિનીયર સીટીઝન હોલ ખાતે પ્રબુધ્ધ નાગરિક સન્માન સભા યોજાઈ.
જનસંઘથી અત્યાર સુધી પાર્ટીમાં કામ કરી રહેલા સિનિયર વરિષ્ઠ કાર્યકર્તા એવા પ્રબુધ્ધ નાગરિક એવા સુરત જિલ્લાના નાનુભાઈ સોંલકી,બાલુભાઈ હળપતિ,ચંદુભાઈ પટેલ,બચુભાઈ પટેલ,બાલુભાઈ પટેલ,પાનાચંદ ગામીતનું વિશિષ્ટ સાલ ઓધાળીને સન્માન કરવામાં આવ્યું હતું.
બારડોલી.તા.17/04/2024 ગુરુવાર :- ભારતીય જનતા પાર્ટી જિલ્લા સુરત દ્વારા ભારતના બંધારણના ઘડવૈયા, સામાજીક સમરસતાના મહાનાયક, ‘ભારત રત્ન’ ડૉ. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરજીની જન્મજયંતી નીમિત્તે પ્રબુધ્ધ નાગરીક સન્માન સભામાં જિલ્લા પ્રમુખશ્રી ભરતભાઈ રાઠોડના અધ્યક્ષ સ્થાને સિનિયર સિટીઝન કલબ બારડોલી ખાતે યોજવામાં આવી હતી. જેમાં મુખ્ય વક્તા તરીકે શ્રી મતિ હેમાલીબેન બોઘાવાલા,(પુર્વ મેયર, સુરત મહાનગરપાલિકા),મહાનુભાવો મા જનકભાઈ બગદાણા (મા. ઉપપ્રમુખ, ગુજરાત પ્રદેશ ભાજપા) ઉપસ્થિત રહ્યા હતા.

મહામંત્રી અને સંયોજક કિશન ભાઈ પટેલે સ્વાગત પ્રવચન કર્યું હતું. ત્યાર બાદ કાર્યક્રમને આગળ વધારતા જનસંઘના સમય થી અત્યાર સુધી પાર્ટીનાં કાર્યકર્તા તરીકે કામ કર્યું છે.એવા સુરત જિલ્લાનાનાનુભાઈ સોંલકી,બાલુભાઈ હળપતિ,ચંદુભાઈ પટેલ,બચુભાઈ પટેલ,બાલુભાઈ પટેલ,પાનાચંદ ગામીત. સર્વે વરિષ્ઠ આગેવાનોનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ મુખ્ય વક્તા હેમાલીબેન બોઘાવાલા,( પુર્વ મેયર, સુરત મહાનગરપાલિકા) જણાવ્યું હતું.કે. ભારતીય જનતા પાર્ટી માં જનસંઘ થી લઈને અત્યાર સુધીમાં જેનો સિંહ ફાળો રહ્યો છે.એવા પાર્ટીના સંનિષ્ઠ કાર્યકર્તાઓ ના સંઘર્ષના કારણે આજે આ વિશિષ્ટ સન્માન સભાના આ મંચ પર આપ સૌવની સમક્ષ આવાની તક મળે છે.અને આ કાર્યક્રમની શોભા વધારવા બદલ પ્રભુધ્ધ નાગરિકોનો આભાર દેશના બંધારણ ના વિષય ને જાણવાની અને બોલવાની કોશિશ કરી વિશ્વાસને વાગોળી શકીએ. સમગ્ર દેશમાં લોકોની વચ્ચે જઈને સરકાર અને ભાજપા ધ્વારા ઉજવાઈ રહી છે.
ત્યાર બાદ બીજા મુખ્ય વક્તા જનકભાઈ બગદાણાવાળાએ પ્રાસંગિક સંબોધન કરતા જણાવ્યું હતું કે. 14 મી એપ્રિલના રોજ
બંધારણના ઘડવૈયા ડો. ભીમરાવ આંબેડકરજીની જન્મ જયંતીઉજવવામાં આવે છે. જેના ભાગ રૂપે ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા જે સન્માન આપવામાં આવ્યું છે.તેવું સન્માન ક્યારેય કોઈએ આપ્યું નથી. કોંગ્રેસે માત્ર અપમાન કર્યું છે.અને તેમના સમયમાં ભાગલા પાડો અને રાજ કરો ની નીતિ થી કોંગ્રેસે શાસન કર્યું હતું. અને જાતિવાદ ચલાવીને છેદ ઉડાવી દીધો હતો.
બાબા સાહેબ આંબેડકરની જે પ્રતિભા અને વિધવતા ની ઉપેક્ષા કરીને જે રીતે અપમાનજનક વ્યવહાર કર્યો હતો. ભાજપાએ જ ખરું સન્માન આપ્યું છે.વધુમાં આ જન્મજયંતિ નિમિતે બાબા સાહેબનું જન્મ સ્થળ, શિક્ષણ નું સ્થળ, ધર્મ અંગીકાર કર્યો તે સ્થળ, અંતિમ વિધિ કરવામાં આવી હતી તે સ્થળ,મળી દેશભરમાં 5 પંચતીર્થ સ્થળ બનાવીને એક સાચી શ્રદ્ધાંજલિ આપશે. બાબા સાહેબના વિચારો જનજન સુધી પહોંચવા માટે ભાજપા દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો છે. ત્યાર બાદ આ સન્માન સભાના અધ્યક્ષ શ્રી ભરત ભાઈ રાઠોડે પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું હતું કે. રાજકીય પક્ષ ન કાર્યકર તરીકે આપણી પાસે પૂરતી માહિતી હોવી જોઈએ. બંધારણ કયારે બન્યું અને કયારે અમલ માં આવ્યું તેની ખબર હોવી જોઈએ. અને જે ઇતિહાસ ને ભૂલી જાય છે તે બો જલ્દી પતન ના માર્ગે જાય છે. ભાજપા એ જે સન્માન આપ્યું છે.એવું કોઈ પણ આપી નથી શકવાનું. બાબા સાહેબે બધાને એક કરવાનું કામ કર્યું છે. ભાજપા જ્યાં સુધી રહશે ત્યાં સુધી બાબા સાહેબનું સન્માન કરતું રહશે. ભારત દેશ માં સૌવ પ્રથમ સન્માન હાલના પ્રધાન મંત્રીશ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ પોતાના માથા પર બંધારણની નકલ મૂકીને યાત્રા કાઢીને આપ્યું હતું.
આ સભામાં બારડોલી વિધાનસભાના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર,મહુવા વિધાનસભાના ધારાસભ્ય મોહનભાઈ પટેલ,જીલ્લા મહામંત્રી જીગરભાઈ નાયક કિશનભાઇ પટેલ રાજેશ ભાઈ પટેલ,જિલ્લા સહ સંયોજક રાકેશ ભાઈ કંથારિયા, વિવિધ કાર્યક્રમો ના સંયોજક જગદીશ ભાઈ પારેખ, ભાવેશ ભાઈ પટેલ , રિદ્ધિ પટેલ,તથા જિલ્લા સંગઠનના હોદેદારો પદાધિકારીઓ કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. સભાની આભાર વિધિ. જિલ્લા મહામંત્રી જીગરભાઈ નાયકે કરી હતી.જયારે કાર્યક્રમનું સંચાલન અજિતસિંહ સુરમાં દ્વારા કરવામાં આવ્યું હતું.

ગુજરાત આત્મીયતા ન્યૂઝ : બારડોલી : તંત્રી : હિમાશુસિંહ ઠાકોર : Mo : 9016924808
“સત્ય મેવ જયતે”






