બારડોલી જે. પી. નગર. ચૈત્ર નવરાત્રી ની અનુષ્ઠાન પુર્ણાહુતિ નિમિત્તે પાંચ કુડી ગાયત્રી મહાયજ્ઞ સંપન્ન થયા

બારડોલીમાં અત્રે ચૈત્ર નવરાત્રીના નવ દિવસોમાં 24000 ગાયત્રી મંત્ર જપ, 2400 ગાયત્રી મંત્ર લેખન તથા 108 ગાયત્રી ચાલીસાનુ અનુષ્ઠાન આશરે 50 જેટલા ભાઈઓ બહેનો દ્વારા કરવામાં આવ્યું. આ તમામની ભાઈઓ બહેનોની સામુહિક પૂર્ણાહુતિ ગાયત્રી પ્રજ્ઞા મંદિર 33 જેપીનગર બારડોલી ખાતે પાંચકુંડી ગાયત્રી મહાયજ્ઞના માધ્યમ દ્વારા કરવામાં આવી.
આ સમગ્ર કાર્યક્રમની શરૂઆતમાં ગાયત્રીમાતા ,પરમ પૂજ્ય ગુરુદેવ વંદનીય માતાજીનુ વિધિવત્ પૂજન લંડન થી પધારેલ જયંતભાઈ પટેલ અને તારાબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું
ત્યારબાદ દિપ પ્રાગટ્ય જયેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું.ગાંધીનગર તથા જેપી નગરની બહેનો દ્વારા નવગ્રહોનું પૂજન કરવામાં આવ્યું
રામચંદ્ર ભગવાનનું અને રામપંચાયતનુ પૂજન અશ્વિનભાઈ જોશી તથા વ્રજ પટેલ દ્વારા કરવામાં આવ્યું . આ સાથે બપોરે 12:00 કલાકે શ્રીરામ ભગવાનની આરતી ઉતારવામાં આવી.
રામનવમીના પવિત્ર દિવસે રામ ભગવાન તથા રામપંચાયતની વિશેષ આહુતિ યજ્ઞ કુંડમાં આપવામાં આવી. આ સાથે ગાયત્રી મંત્ર, મહામૃત્યુંજય મંત્ર, શિવરુદ્ર ગાયત્રી મંત્ર ,વરુણ ગાયત્રીમંત્ર, હનુમાન ગાયત્રી મંત્ર ,લક્ષ્મી ગાયત્રી મંત્ર, વિષ્ણુ ગાયત્રી મંત્ર તથા રોગ નિવારણ મંત્રની વિશેષ આહુતિ આપવામાં આવી.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન ગાયત્રી પ્રજ્ઞા મંદિર 33 જેપી નગર બારડોલીના સંચાલક શાંતાબેન પટેલ, વિનોદભાઈ પટેલ, ઉત્તમભાઈ પટેલ તથા ગાયત્રી પરિવારના મહિલા મંડળના સભ્યો દ્વારા કરવામાં આવ્યું.






