બારડોલી :- સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા 46માં સ્થાપના દિવસ નિમિતે કેક કાપીને ફટાકડા ફોડીને મીઠાઈ દ્વારા મોઢું મીઠું કરાવી આનંદ ઉત્સાહથી ઉજવણી કરાઈ.

– – સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા 46માં સ્થાપના દિવસ નિમિતે કેક કાપીને ફટાકડા ફોડીને મીઠાઈ દ્વારા મોઢું મીઠું કરાવીને ઉજવણી કરાઈ.


બારડોલી.તા.06/04/2025 રવિવાર
46માં સ્થાપના દિવસ નિમિતે સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લા મધ્યસ્થ કાર્યાલય ખાતે જીલ્લા પ્રમુખ  ભરત ભાઈ રાઠોડ, 23 બારડોલી લોકસભાના સાંસદ  પ્રભુભાઈ વસાવા,169 બારડોલી વિધાનસભાના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર, જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિની બેન પટેલ, ભાજપા સ્થાપના દિવસના દક્ષિણ ગુજરાતના પ્રદેશ સહ સંયોજક જગદીશ ભાઈ પારેખની ઉપસ્થિતિમાંસુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા 46માં સ્થાપના દિવસ નિમિતે કેક કાપીને ફટાકડા ફોડીને મીઠાઈ દ્વારા મોઢું મીઠું કરાવીને ઉજવણી કરાઈ.
કેક કાપીને ફટાકડા ફોડીને મીઠાઈ દ્વારા મોઢું મીઠું કરાવીને ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે જિલ્લા મહામંત્રી  જીગરભાઈ નાયકે સ્વાગત પ્રવચન કર્યું હતું.ત્યારબાદ જિલ્લા પ્રમુખ  ભરત ભાઈ રાઠોડે પ્રાસંગિક સંબોધન .કરીને કાર્યકર્તાઓને નવી ઉર્જા આપી ને ઉત્સાહ વધાર્યો હતો. ત્યાર બાદ 169 બારડોલી વિધાનસભાના ધારાસભ્ય. ઈશ્વરભાઈ પરમારએ જણાવ્યું હતું કે. ભારતીય જનતા પાર્ટીએ ઘણા ઉતાર ચઢાવ જોયા છે.પાર્ટીના સ્થાપના કાળ થી અત્યાર સુધીના તમામ રાષ્ટ્રીય પ્રમુખઓ અને કાર્યકર્તાઓની મહેનત થી આજે પંચાયત થી પાર્લામેન્ટ સુધી શાસન છે. અને વિશ્વની સૌથી મોટી પાર્ટી બની છે.અને દરેક કાર્યકર્તા કોઈ પણ પ્રકારના વાળ વિવાદ થી નહી પણ સંવાદ થી પોતાની જવાબદારી અદા કરીએ. ત્યાર બાદ 23 બારડોલી લોકસભા સાંસદ  પ્રભુભાઈ વસાવા એ જણાવ્યું હતું.કે. બીજેપી વિશ્વની સૌથી મોટી પાર્ટી બની છે . બીજેપી સરકારે પાર્ટીના અદના કાર્યકર્તા તરીકે બધાને ગૌરવ થાય. કાશ્મીર કલમ 370 અને 35 A. NRC. ,રામ મંદિર, ઓબીસી કમિશન,ટ્રાઈબલ સમાજ માટે , ગરીબ વર્ગ માટે કનેહ પૂર્વક EWS નો ઐતિહાસિક નિર્ણય કર્યો છે. વકફ બોર્ડ ના માટે 2 એપ્રિલ ના દિવસે રાત્રે 3 વાગ્યે સુધી લોકસભા ચર્ચા ચાલી હતી.મોદી  સરકારના ઐતિહાસિક નિર્ણય ને વધાવ્યો છે. વધુમાં આજે રામનવમી , અને પાર્ટીનો સ્થાપના દિવસ એક સંજોગ છે. ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર અને લોકસભા સાંસદનો મતવિસ્તાર, જન્મદિવસ, પણ એક જ સમાન આવતા હોય જે પણ એક સંજોગ છે. ત્યાર બાદ ભાજપા સ્થાપના દિવસના દક્ષિણ ગુજરાતના પ્રદેશ સહ સંયોજક જગદીશ ભાઈ પારેખે શુભેરછા આપતા જણાવ્યું હતું કે. સંગઠનાત્મક રીતે પાર્ટીનો વ્યાપ વધારવા અપીલ કરી હતી. “વન નેશન વન ઇલેક્શન,”મન કી બાત, સરાહના કરી હતી.
આ કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ  ભરતભાઈ રાઠોડ, ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસના પ્રદેશ સહ-સંયોજક જગદીશભાઈ પારેખ,જિલ્લા મહામંત્રી જીગરભાઈ નાયક, રાજેશભાઈ પટેલ, કિશનભાઇ પટેલ, જીતેન્દ્રસિંહ વાંસિયા જિલ્લા સંગઠનના હોદેદારો, પદાધિકારીઓ,તથા સમગ્ર જિલ્લા ના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.આ બેઠકનું સંચાલન મહામંત્રી જીગરભાઈ નાયકે કર્યું હતું.

ગુજરાત આત્મીયતા ન્યૂઝ : બારડોલી : તંત્રી :- હિમાંશુ સિંહ ઠાકોર : 9016924808

Share this post:

खबरें और भी हैं...

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल