કામરેજ ની રામકબીર શાળામાં શિક્ષક નો નિવૃત્તિ વિદાય શુભેચ્છા સમારંભ યોજાયો…*

*કામરેજ ની રામકબીર શાળામાં શિક્ષક નો નિવૃત્તિ વિદાય શુભેચ્છા સમારંભ યોજાયો…*

કામરેજ રામકબીર
➖➖➖➖➖➖➖➖➖➖
*શ્રી ભારતીય વિદ્યામંડળ સંચાલિત શ્રી કે.વી. કો. ઓ. મા. શાળા (શ્રી રામકબીર હાઈસ્કુલ ) ના ગુજરાતી વિષય ના શિક્ષકશ્રી ભરતભાઈ સી. પટેલે ૨૯ વર્ષ સુધી સેવા બજાવી હતી. એમના સેવાકાળ દરમ્યાન વિદ્યાર્થીઓને ખુબજ હુદયસ્પર્શી જાય તેવું શિક્ષણકાર્ય કરી શાળા ના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સંસ્થા ના સંચાલકો ના હુદય મા અનેરું સ્થાન પ્રાપ્ત કર્યુ. સંસ્થા ના પ્રમુખ શ્રી અરવિંદ ભાઈ ભક્ત, માનદમંત્રી શ્રી પરેશભાઈ ભક્ત તેમજ ઉપપ્રમુખશ્રી કિર્તીભાઈ ભક્તે પુષ્પગુચ્છ અર્પણ કરી, શાલ ઓઢાડી ,તેમનું સન્માનપત્ર આપી સન્માન કર્યું હતું. પ્રમુખ શ્રી એ નિવૃત્તિકાળ મા પણ પ્રવૃત રહી સમાજઉપયોગી કાર્ય કરવા માટે સૂચન કરી શેષ જીવન તંદુરસ્તમય, સુખમય અને પ્રગતિમય રહે તેવા શુભાશિષ પાઠવ્યા હતા. આ પ્રસંગે તેમના સૌ સ્નેહીજનો પણ હાજર રહ્યા હતા. ખજાનચી શ્રી જીગ્નેશભાઈ ભક્ત, આચાર્ય શ્રી શૈલેષભાઈ એમ દેસાઈ, માધ્યમિક વિભાગ ના નિરીક્ષક શ્રી જયંતીભાઈ પટેલ, તથા ઉચ્ચતર માધ્યમિક વિભાગ ના નિરીક્ષક શ્રી કેતનભાઇ દેસાઈ એ પણ ભરતભાઈ પટેલ સાથે ના સંસ્મરણો વાગોળ્યા હતાં. અને તેમણે કરેલા કાર્યો ની નોંધ લીધી હતી. સમગ્ર રામકબીર શાળા પરિવારે ભાવવિભોર ભાવે અશ્રુભીની વિદાય તેમજ શુભેચ્છા પાઠવી હતી*.

ગુજરાત આત્મીયતા ન્યુઝ : કામરેજ

તંત્રી :- હિમાશુસિંહ ઠાકોર :  9016924808

Share this post:

खबरें और भी हैं...

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल