નારણપુરા ના રાજપૂત યુવાન ડો અર્જુનસિંહ. ની નેવી માં સર્જન તરીકે નિમણૂક મળતા નારણપુરા રાજપૂત સમાજ દ્વારા સન્માન કરવામાં આવ્યું !!!

નારણપુરા-સોલારોડ GHB હાઉસિંગ કોમ્પ્લેક્સ ના મારુતિ એપાર્ટમેંટ માં રહેતા.અને અમદાવાદ મ્યૂનિસિપ્સ કોર્પોરેશન ના રિટાયર્ડ હેડ ક્લાર્ક
સ્વ. દિલીપસિંહ વાઘેલા ના પુત્ર ડો.અર્જુનસિંહ દિલીપસિંહ વાઘેલા ને આજરોજ ઇન્ડિયન નેવી માં સર્જન લેફ્ટનન્ટ તરીકે પદાન્વીત કરવામાં આવેલ છે મુંબઈ ખાતે સેવા બજાવવા જતા પહેલા નારણપુરા રાજપુત સમાજ દ્વારા સન્માન કરી તેઓને ખૂબ ખૂબ અભિનંદન તથા ઉજવળ કારકિર્દીની શુભકામનાઓ આપવામાં આવી હતી આ પ્રસંગે મોટી સંખ્યામાં રાજપૂત પરિવારો સગા સંબંધીઓ ઉપસ્થિત રહ્યા હતા તેવું ડો.અર્જુનસિંહ વાઘેલા ના કાકા મનહરસિંહ વાઘેલા પૂર્વ માહિતી અને પ્રકાશન વિભાગ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મિડીયા કોઓર્ડિનેટર એ જણાવ્યું છે
ગુજરાત આત્મીયતા ન્યુઝ :- અમદાવાદ
એડીટર :- હિમાશુસિંહ ઠાકોર
Mo : 9016924808






