*ચોટીલા ખાતે બે દિવસીય “ચોટીલા ઉત્સવ – ૨૦૨૫”નું રંગેચંગે સમાપન*

રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત સરકાર કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગર તથા જિલ્લા વહીવટીતંત્ર, સુરેન્દ્રનગર દ્વારા જિલ્લામાં શ્રી ચામુંડા માતાજી મંદિર, તળેટી પાર્કિંગ પ્લોટ, ચોટીલા ખાતે આયોજિત બે દિવસીય “ચોટીલા ઉત્સવ”નું રંગેચંગે સમાપન થયું હતું.
*આ કાર્યક્રમમાં બારડોલીનાં ત્વિષા વ્યાસ દ્વારા ચંડમુંડ અસુરોનો સંહાર કરનારી શક્તિ સ્વરૂપા માં ચામુંડાની નૃત્ય નાટિકાની અદભુત રજૂઆત કરી હતી*.
*કલાગુરુ સુશ્રી ત્વિષા વ્યાસ ના નિર્દેશનમા અવનિ, દૃષ્ટિ , મમતા , જાનશી, ઈશા , મયુરી, રાધા , કેશવી સર્વે એ અદ્ભુત કલા નિપુણતા બતાવી હતી*. *ત્વિષા વ્યાસ એ વાયોલિનકલાની અદભુત પ્રસ્તુતિ થકી લોકોને ભાવવિભોર કર્યા હતા* ..
.બે દિવસીય આ ભવ્યાતિભવ્ય ઉત્સવ દરમિયાન ગુજરાતની પરંપરાગત લોકસંસ્કૃતિ અને કલા વારસોને ઉજાગર કરવામાં આવ્યો હતો.
કાર્યક્રમનાં અંતે યુવા વિકાસ અધિકારી શ્રી ભરતસિંહ ગોહિલ દ્વારા પ્રસંગોચિત ઉદબોધન અને આભારવિધિ કરવામાં આવી હતી.
આ તકે પદ્મશ્રી શાહબુદ્દીનભાઈ રાઠોડ, ચોટીલાધામનાં મહંત શ્રી લાલબાપુ તેમજ જીજ્ઞેશ બાપુ, ચોટીલા નાયબ કલેકટર શ્રી એચ.ટી.મકવાણા, જિલ્લા શિક્ષણાધિકારી શ્રી અરવિંદ ઓઝા, મુળી મામલતદાર શ્રી આર.ડી. પટેલ, થાનગઢ મામલતદાર શ્રી એન. આર.પટેલ, પ્રાંત યુવા વિકાસ અધિકારી શ્રી મમતા પંડિત અને પ્રકાશસિંહ ગોહિલ સહિતના અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ તેમજ બહોળી સંખ્યામાં નગરજનોએ ઉપસ્થિત રહી કાર્યક્રમને માણ્યો હતો.
૦૦૦૦૦૦૦૦૦૦






