ભારતીય જનતા પાર્ટી અને તેના નેતાઓ દ્વારા સરદાર વલ્લભાઈ પટેલ ના જન્મસ્થળ કરમસદને વિકાસના લોલીપોપ ના નામે આણંદ મહાનગર પાલિકા સાથે ભેળવી તેની સ્વતંત્ર ઓળખ છીનવી લેવાનો પ્રયાસ ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યો.

જેના વિરોધમાં, આજરોજ સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ દ્વારા કરમસદ ખાતે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું. પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટી ના નેતા શંકરસિંહ બાપુ અને કાર્યકર્તા સહભાગી થઈ કરમસદના નગરજનોના ન્યાય માટે રજૂઆત કરવામા આવી છે..






