મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે ભાવનગર ખાતે 74મી સિનિયર નેશનલ બાસ્કેટબોલ ચેમ્પિયનશિપનો શુભારંભ કરાવ્યો હતો.
મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં આ અવસરે રાજ્ય સરકાર તરફથી બાસ્કેટબોલ ફેડરેશનને ₹30 લાખની સહાય આપવાની જાહેરાત કરવામાં આવી હતી.
મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના મંત્રીશ્રીઓ, રમતગમત ક્ષેત્રના મહાનુભાવો અને દેશના વિવિધ રાજ્યોમાંથી પધારેલ ખેલાડીઓની ઉપસ્થિતિમાં આયોજિત આ અવસરે જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનને પરિણામે ગુજરાત સહિત સમગ્ર દેશમાં સ્પોર્ટ્સ કલ્ચરનો વિકાસ થયો છે. તેમણે 2036માં ઓલમ્પિકસની યજમાની માટેના આયોજનની રૂપરેખા આપવાની સાથોસાથ આ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહેલ ખેલાડીઓને અભિનંદન પાઠવતા વિશ્વમાં દેશનું અને પોતાના રાજ્યનું નામ રોશન કરવા માટેની શુભેચ્છાઓ પાઠવી હતી.