બારડોલી નું ગૌરવ
પારુલ યુનિવર્સિટી વડોદરા માં અભ્યાસ કરતા બારડોલીના *ઉર્મિબેન અભિષેક બારોટ* ને ગોલ્ડ મેડલથી સન્માનિત કરવામાં આવ્યા
સુરત, 5 ડિસેમ્બર, 2024 – બારડોલી શહેર માટે ગૌરવનું ક્ષણ એ હતી, જ્યારે *ઉર્મિબેન અભિષેક બારોટ* ને પારુલ યુનિવર્સિટી વડોદરા ના 8મા ડિગ્રી વિતરણ સમારોહમાં *ફૂડ ટેકનોલોજી માં બેચલર ઓફ સાયન્સ પ્રોગ્રામમાં* પ્રથમ ક્રમ માટે *યુનિવર્સિટી ગોલ્ડ મેડલ* થી સન્માનિત કરવામાં આવ્યા. આ સન્માન તેમને *ભારતીય જનતા પાર્ટી નાં પૂર્વ કેબિનેટ મંત્રી અને સાંસદ શ્રીમતી સ્મૃતિ ઈરાનીના હસ્તે એનાયત કરવામાં આવ્યું હતું.*
ઉર્મિબેને 9.39/10 CGPA સાથે ફર્સ્ટ ક્લાસ વિથ ડિસ્ટિંક્શન મેળવ્યું છે, અને તેમની આ સિદ્ધિ તેમની મહેનત અને સમર્પણને દર્શાવે છે.
આ પ્રસંગે પારુલ યુનિવર્સિટી ના પ્રોવોસ્ટ (ડૉ.) અમિત ગણાત્રાએ તેમને અભિનંદન પાઠવ્યા અને સમાજ માટે તેમના જ્ઞાનનો ઉપયોગ કરવાની પ્રેરણા આપી.
ઉર્મિબેનની સફળતા નવી પેઢીના વિદ્યાર્થીઓ માટે પ્રેરણાસ્ત્રોત બની છે.
ગુજરાત આત્મીયતા ન્યુઝ
બારડોલી mo .9016924808