બારડોલી શંકાશીલ પતિના મનમાંથી શંકા નો કીડો દૂર કરી.પતિ-પત્ની વચ્ચે સુખદ સમાધાન કરાવતી બારડોલી 181 અભયમ મહિલા હેલ્પલાઇન ટીમ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી.
*181 દ્રારા વ્યસની પતિ ને કાયદાનું ભાન કરાવ્યુ*
ગુજરાત સરકાર મહિલાઓ પ્રત્યે ખૂબ જ સંવેદનશીલ છે તેનું જવલંત ઉદાહરણ સૂરત જિલ્લા ખાતે આવેલ બારડોલી 181 અભયમ એ પૂરું પાડ્યું છે.પલસાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તાર માંથી એક પીડીતા મહિલા દ્વારા 181 અભયમ મહિલા હેલ્પલાઇનમાં ફોન કરી જણાવેલ કે તેમના પતિ ખોટી શંકા કરી વારંવાર ઝઘડા કરે છે.તેમજ કેફી દ્રવ્યોનું સેવન કરી ઘરે આવે છે અને ખુબ જ શારીરિક – માનસિક ત્રાસ આપે છે.તેથી 181ની મદદની જરૂર છે.
જેના પગલે 181 ના કાઉન્સેલર પટેલ ખુશ્બુ, મહિલા પોલીસ કોન્સ્ટેબલ ચૌધરી શ્રેયાબેન પાઇલોટ પટેલ ધર્મેશભાઈ તાત્કાલિક બારડોલી થી નીકળી ઘટના સ્થળ પર પીડિતા મહિલા ની મદદ માટે દોડી ગયા હતા.પીડિતા મહિલાના કાઉન્સેલિંગ દરમ્યાન જાણવા મળ્યું કે તેમના લગ્નને 12 વર્ષ જેટલો સમયગાળો થયો છે.સંતાનમાં 3 બાળકો છે.પીડિતા મહીલા તેમના સાસુ સાથે સયુંક્ત કુટુંબમાં રહેતા હતા.પીડિતા મહિલાના પતિ છેલ્લા દસ વર્ષથી અવાર-નવાર ઝઘડો કરી ને તેમને હેરાન કરતા હતા.પીડિતા મહીલાના પતિ મજૂરી કામ કરતા હતા. પરંતુ કામમાં પણ પૂરતું ધ્યાન આપતા નથી અને મહિનાના દિવસો પુરા ભરતા નો હતા.પીડિતા ના પતિ જે કામધંધો કરે છે એ પૈસા પણ વ્યસન કરવામાં વેડફી નાખે છે.અને ઘર ખર્ચ માટે પૈસા પણ આપતા નથી તેમજ જીવન જરૂરિયાત ચીજવસ્તુ પૂરું પાડતા નથી અને પીડિત મહિલા પોતે બહાર જઈને કામ કરવાનું કહે તો તેમને ઘરની બહાર જવાની ના પાડે છે.પીડિતા તેમની અને તેમના બાળકોની નાની નાની જરૂરિયાત માંટે તેમના સાસુ પાસે થી પૈસા માંગવા પડતા હતા.પીડિતા મહિલાના પતિ અવાર-નવાર કેફી દ્રવ્યોનુ સેવન કરીને ઘરે આવી ખૂબ જ અપશબ્દો બોલતા હતા .તેથી તેમના પતિ ને સમજાવવા 181 ની મદદ લીધેલ છે.
181 ટીમે પીડિતાના પતિને સમજાવેલ કે તમારી ખોટી શંકાઓ ના કારણે તમારા લગ્ન જીવનમાં ઘણી સમસ્યાઓ આવી રહી છે અને તમે આવું વર્તન કરીને તમારી પત્નીને ને ખૂબ જ માનસિક ત્રાસ આપી રહ્યા છો.વ્યસન કરવું એ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે અને આવી રીતે વ્યસન કરવું જોઈએ નહીં.તેમજ કડક શબ્દોમાં કાયદાનું ભાન કરાવેલ.ત્યારબાદ કાઉન્સેલિંગ દરમ્યાન પિયર પક્ષ અને સાસરી પક્ષને સાથે રાખીને ઝીણવટપૂર્વક સમસ્યા અંગેની ચર્ચા કર્યા બાદ બાળકના ભવિષ્યના મુદ્દાને નજર સમક્ષ રાખી પીડિતા ના પતિ અને બંને પરિવારના સભ્યોની સાથે રાખી લગ્ન જીવન ના તુટે તેવી કાયદાકીય સલાહ, સૂચન,માર્ગદર્શન આપેલ.જેથી પીડિતાના પતિએ તેની ભૂલ સ્વીકાર કરી માફી માગેલ અને હવે પછી તેની પત્નીને હેરાન નહી કરે તેમજ પત્ની અને બાળકોની તમામ જવાબદારીઓ પૂરી કરશે તેવું જણાવેલ.પીડિતાના પતિની જવાબદારી તેના ઘરના વડીલોએ લીધેલ તેથી.પતિ-પત્ની વચ્ચે થતા ઝઘડા નું સુખદ નિરાકરણ કરવામાં આવેલ અને ઘર સંસાર તૂટતા બચાવ્યો
આમ પારિવારિક સમસ્યાનું સુખદ સમાધાન થતા બંન્ને પક્ષ દ્વારા 181 અભયમ ટીમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરેલ.