*બારડોલી નગરપાલિકાની ડમ્પિંગ સાઇટ પર દીપડોપાંજરે પુરાયો*
ગયું
બારડોલીના નાંદીડા ગામે આવેલી બારડોલી નગરપાલિકાની ડમ્પિંગ સાઇટ પરથી ગુરુવારે સવારે એક દીપડો પાંજરે પુરાયો હતો. છેલ્લા એક સપ્તાહથી આ વિસ્તારમાં આ દીપડો ફરી રહ્યો હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું. દીપડા જંગલો વટાવી હવે શહેર તરફ આવી રહ્યા છે. બારડોલી શહેરને અડીને આવેલા નાંદીડા ગામની સીમમાં બારડોલી નગરપાલિકાની કચરો એકત્રિત કરી તેની પ્રક્રિયા કરવા માટેની ડમ્પિંગ સાઇટ આવેલી છે. આ સાઇટ પર અને આજુબાજુના ખેતરોમાં છેલ્લા એક સપ્તાહથી દીપડાના પગમાર્ક જોવા મળતા હતા. આથી નગરપાલિકાના કર્મચારીએ તેન સ્થિત સામાજિક વનીકરણ રેંજની કચેરીમાં જાણ કરતાં એક સપ્તાહ પહેલાં મારણ સાથે બે પાંજરાં ગોઠવવામાં આવ્યાં હતાં, જેમાં ગુરુવારે સવારે એક કદાવર દીપડો મરઘાં ખાવાની લાલચે પાંજરે પુરાયો હતો. દીપડો કેદ થતાં ગ્રામજનો ઉપરાંત સાઇટ પર કામ કરતાં કામદારોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો.