બારડોલી : મહિલા સુરક્ષાનું અભય વચન આપતી ગુજરાત સરકારની આગવી પહેલ અભયમ” બારડોલી ટીમે સૂરત જિલ્લાની અલગ અલગ આંગણવાડી કેન્દ્રોમાં જઈને 181 અભયમ મહીલા હેલ્પલાઈન અંગેની માહિતી આપી

ગુજરાત આત્મીયતા અખબાર. અને ડિજિટલ ચેનલ

*”મહિલા સુરક્ષાનું અભય વચન આપતી ગુજરાત સરકારની આગવી પહેલ અભયમ” બારડોલી ટીમે સૂરત જિલ્લાની અલગ અલગ આંગણવાડી કેન્દ્રોમાં જઈને 181 અભયમ મહીલા હેલ્પલાઈન અંગેની માહિતીઆપી*મહિલા સુરક્ષાનું અભય વચન આપતી ગુજરાત સરકારની આગવી પહેલ અભયમ" બારડોલી ટીમે સૂરત જિલ્લાની અલગ અલગ આંગણવાડી કેન્દ્રોમાં જઈને 181 અભયમ મહીલા હેલ્પલાઈન અંગેની માહિતી આપી*

*181 કામગીરી અંગે વધુ જાગૃતિ ફેલાવી : ઘરેલું હિંસા, છેડતી, જાતિય સતામણીના બનાવોમાં મદદે પહોંચે છે 181*

ગુજરાત સરકારે મહિલાઓ પર થતી તમામ પ્રકારની હિંસા, દૂર વ્યવહાર, છેડતી વગેરે જેવી ઘટના વખતે તાત્કાલિક બચાવ અને કાઉન્સિલિંગ કરી મહિલાઓના પુનર્વસનની કામગીરી માટે 181 અભયમ યોજના શરૂ કરેલ છેમહિલા સુરક્ષાનું અભય વચન આપતી ગુજરાત સરકારની આગવી પહેલ અભયમ" બારડોલી ટીમે સૂરત જિલ્લાની અલગ અલગ આંગણવાડી કેન્દ્રોમાં જઈને 181 અભયમ મહીલા હેલ્પલાઈન અંગેની માહિતી આપી*

181 અભયમ મહિલા હેલ્પલાઈન વિશે માહિતગાર કરવા માટે સૂરત જિલ્લાની અલગ અલગ આંગણવાડી કેન્દ્રો પર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.181 અભયમ ટીમ ના કાઉન્સેલર પટેલ ખૂશ્બૂ, મહિલા પોલીસ કોન્સટેબલ ચૌધરી પ્રિયંકાબેન, ચૌધરી શ્રેયાબેન, ચૌધરી ભાવનાબેન , પાયલોટ શેખ અકરમભાઈ, પટેલ ધર્મેશભાઈ દ્વારા આંગણવાડી વર્કર અને હેલ્પર સાથે સંકલનમાં રહીને 181 મહિલા હેલ્પલાઇનની માહિતી વધુ માં વધુ મહિલાઓ અને દીકરીઓ સુધી પહોંચી શકે તેવો પ્રયાસ કરવામાં આવ્યા હતા.કાર્યક્રમ દરમ્યાન 181 અભયમ મહિલા હેલ્પલાઈન વિશે માહિતી આપવામાં આવેલ તેમજ મહિલાઓએ પોતાની આત્મસુરક્ષા કેવી રીતે કરવી, સ્ત્રી સશક્તિકરણ કોને કહેવાય, મહિલાઓ સાથે થતી હિંસાઓ માટેના કાયદાઓ, મહિલાઓના હકકો, અધિકારો, સમાજમાં વધતા જતા દૂષણો તેમજ કૂરિવાજો, માન્યતાઓ, અંધશ્રધ્ધાઓનો સામનો કઈ રીતે થઈ શકે, એ ઉપરાંત સરકાર દ્વારા મહિલાઓ માટે સુરક્ષાની વ્યવસ્થાના ભાગરૂપે અન્ય સંસ્થાઓ, આશ્રયગૃહો, આર્થિક તેમજ આરોગ્યલક્ષી યોજનાઓ વિશે માહિતગાર કરવામાં આવેલા.ત્યારે મહિલાને ભયમુક્ત બનાવવા માટે ગુજરાત રાજ્યમાં કોઈપણ જગ્યાએ મહિલાઓ પર ઘરેલુ હિંસા, છેડતી ટેલીફોનિક ટોકિંગ જાતીય સતામણી જેવા અનેક બનાવોમાં મહિલાને તાત્કાલિક 181 ટીમ મદદતે પહોંચે છે.જો કોઈ મહિલાઓ ને તકલીફ પડે તો 181 માં કોલ કરવાથી વિનામૂલ્યે સલાહ, સૂચન-માર્ગદર્શન,બચાવ-મદદ થઈ શકશે.ગુજરાત રાજ્યની બધી જ મહિલાઓ અને દીકરીઓ મુશ્કેલીના સમયે ડરીને નહીં પરંતુ હિમ્મત રાખીને 181 નો ઉપયોગ કરે એવી બારડોલી 181 ટીમ દ્વારા ઈચ્છા વ્યક્ત કરવામાં આવી 181 અભયમ મહિલા હેલ્પલાઇન ટીમ મહિલા ઓની મદદ માટે 24×7 કલાક કાર્યરત છે.તેમજ મહિલાઓની સુરક્ષા અને સલામતી માટે ડિજિટલ સ્વરૂપમાં લોન્ચ થયેલી 181 મોબાઇલ એપ્લિકેશન ની માહિતી અંગે મહિલાઓને માહિતગાર કર્યા હતા.

*જાણો 181 અભયમ એપની વિશેષતા શું છે*

૧) 181 અભયમ મોબાઇલ એપ્લિકેશન ની વિશેષતા છે કે, હિંસા, છેડતી, હેરાનગતિ જેવી મુસીબતની સ્થિતિમાં ત્વરિત સહાય અને સુરક્ષા મેળવવા મોબાઈલ એપ દ્વારા 181 હેલ્પલાઈનનો સંપર્ક કરવાથી રેસ્ક્યુ વાન કે પોલીસની ટીમ ઝડપથી આપની મદદે આવશે.

૨)મહિલા ઘટના સ્થળ વિશે માહિતી આપી શકે તેમ ના હોય તો ‘પેનીક બટન’ દબાવતા જ ઘટના સ્થળની માહિતી એપ દ્વારા હેલ્પલાઇન સેન્ટરને પહોચી જશે.

૩)મોબાઇલ શેકીંગ કરતા (જોરથી હલાવતા) પણ કોલ થઇ શકશે, જેથી કટોકટીના સમયમાં ફોન કર્યા વગર મદદ મળી શકે.

૪)એપ માં 181 બટન દબાવતાની સાથે મુશ્કેલીની સ્થિતીમાં રહેલ મહિલાના પાંચ જેટલા સગાસબંધી કે મિત્રોને ઓટોમેટિક S.M.S થી સંદેશ મળી જશે.

૫)મહિલા ઘટના સ્થળના ફોટો અને વીડિયો પણ હેલ્પલાઈન સેન્ટર પર મોકલી શકશે.

૬)આ એપ ગુગલ એન્ડ્રોઈડ અને એપલ iOS બંને પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે

Share this post:

खबरें और भी हैं...

સુરતના ૧૧ વર્ષીય સાર્થક ભાવસારે રૂબિક્સ ક્યુબ ઉકેલવામાં કરી કમાલ: ઉંધા માથે લટકી એક મિનિટમાં સૌથી વધુ ૫ રૂબિક્સ ક્યુબ્સ ઉકેલવાનો રેકોર્ડ બનાવ્યો – ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં મળ્યું સ્થાન: –

Read More »

ઉકાઈના પાથરડા ખાતે રાજ્યપાલશ્રીની ગરિમામય ઉપસ્થિતિમાં પ્રાકૃતિક કૃષિ પ્રેરણા બેઠક યોજાઈ* – *હું એક ખેડૂત અને પશુપાલક છું. એક ખેડૂત બીજા ખેડૂતની વેદના સમજી શકે છે.: રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી

Read More »

શ્રી કારડિયા રાજપુત સમાજ દ્વારા ‘માઁ ભવાની સંસ્થાન’ ના ઉપક્રમે એક ભવ્ય શૈક્ષણિક સંકુલનું નિર્માણ ખાતમુહૂર્ત કાર્યક્રમ ભાવનગર ખાતે મુખ્યમંત્રી પટેલ ની વિશેષ ઉપસ્થિતિમા કાર્યક્રમ સંપન્ન થયો

Read More »

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल