તાપી : નાર્કોટિક્સ- ડ્રગ્સના ગુનામાં નાસ્તા ફરતા ગુનેગારને તાપી એસ.ઓ.જી.ની ટીમે રંગે હાથ ઝડપી લીધો. બ્યૂરો,તાપી, તા.16/10/2024
સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષકશ્રી પ્રેમવીરસિંહ તથા શ્રી રાહુલ પટેલ સાહેબ, પોલીસ અધિક્ષક, તાપી-વ્યારાના નેતૃત્વમાં અને શ્રી, કે.જી.લીંબાચીયા, પોલીસ ઈન્સ્પેકટર, એસ.ઓ.જીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ બાતમીને આધારે ડ્રગ્સના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને પકડવા પેટ્રોલિંગ ટીમ બનાવેલ હતી. આ ટીમ દ્વારા નારકોટીક્સ ડ્રગ્સના ગુનામાં સંડોવાયેલ વોન્ટેડ આરોપી ગોપાલભાઇ આનુભાઇ વસાવાને પકડી અને અટકાયત કરેલ છે તેમજ આગળની વઘુ કાર્યવાહી સારૂં ઉચ્છલ પોલીસ સ્ટેશનને સોપેલ છે. આ પેટ્રોલિંગ ટીમમાં આનંદજીભાઈ ચેમભાઈ, કમલેશભાઈ વળવી, રાજેન્દ્ર યાદવ, વિપુલ રમણભાઈ જેવા જાંબાજ પોલીસ કર્મચારીઓ/અધિકારીઓએ ગુનેગારને બાતમીને આધારે પકડી પાડેલ છે.