*ઉચ્છલ તાલુકાના કરોડ-મોહિની-ટાવળી રોડની મરામત કરવાની કામગીરી પૂરજોશમાં*
–
બ્યુરો,તાપી તા.૦૭* તાપી જિલ્લા વહીવટી તંત્રના સંકલનમાં રહી માર્ગ-મકાન વિભાગની ટીમો મશીનરી સાથે જિલ્લામાં ખડે પગે રહી ગત દિવસોમાં પડેલા ભારે વરસાદના પગલે નુકશાનગ્રસ્ત રસ્તાઓની મરામત કરવાની કામગીરી કરી રહી છે. ત્યારે તાજેતરમાં ઉચ્છલ તાલુકાના કરોડ-મોહિની- ટાવળી રોડ ઉપર થયેલ નુકશાનની મરામત કરવાની કામગીરી હાથ થરાઇ હતી. તાપી જિલાના માર્ગ અને મકાન વિભાગ-પંચાયત હસ્તકના વિવિધ ક્ષતિગ્રસ્ત રસ્તાઓનું રિપેરીંગની કામગીરી કરવામાં આવી રહી છે.
000