*ઔદ્યોગિક તાલીમ સંસ્થા ઉચ્છલ ખાતે “ International Day of the Girl child”ની ઉજવણી કરાઇ*
–
*માહિતી બ્યુરો તાપી તા.૦૫* ઔદ્યોગિક તાલીમ સંસ્થા, શ્રમિક કૌશલ્ય પ્રમાણિતતા કેંદ્ર (માણેકપુર ઉચ્છલ ખાતે તાપી જિલ્લા મહિલા અને બાળ અધિકારી શ્રીમતી સુલોચના એસ.પટેલના માર્ગદર્શન હેઠળ “બેટી બચાવો, બેટી પઢાવો” યોજના અંતર્ગત “ International Day of the Girl child” ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ભારત સરકારના “બેટી બચાવો, બેટી પઢાવો “યોજના પર વિશેષ ભાર મુકી યોજના હેઠળ કિશોરીઓ/મહિલાઓના શિક્ષણ, પોષણ, કાનૂની અધિકારો તેમજ સ્વાસ્થય સબંધિત બાબત આવરી લેવામાં આવી હતી.
આ પ્રસંગે ઉપસ્ત્મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી હસ્તક ચાલતી વ્હાલી દિકરી યોજના, ગંગા સ્વરૂપા આર્થિક સહાય, ગંગા સ્વરૂપા પુન:લગ્ન આર્થિક સહાય, મહિલા સ્વાવલંબન યોજના તેમજ સખી વન સ્ટોપ સેન્ટર અંગેની માહીતી,ગુડ ટચ બેડ ટચ, જાતિય અસમાનતા, શિક્ષણને પ્રોત્સાહન,ઘરેલુ હિંસા અધિનિયમ-૨૦૦૫,POCSO એક્ટ તથા આયોગ્ય કર્મીઓ દ્વારા આરોગ્ય સંભાળ, માસિક ચક્ર, હાઇજીન અને RKSK અંગે મહિલાઓ-દિકરીઓને માહીતી આપી ઉપયોગી માહિતી અને માર્ગદર્શન પુરું પાડવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી દ્વારા લોક જાગૃતિ માટે યોજનાકીય પેમ્પલેટ વિતરણ કરવામાં અવ્યા હતા.
કાર્યક્રમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીનો સ્ટાફ, DHEW સ્ટાફ, PBSC સ્ટાફ, એડોલેશન હેલ્થ કાઉન્સેલર અને આઇ.ટી.આઇ.ના શિક્ષકો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
00000