બારડોલી આશાપુરી મંદિર ના હોલ ખાતે બારડોલી નગર ખેડૂત સમાજની સામાન્ય સભા મળી હતી જેમાં મોટી સંખ્યામાં બારડોલી પ્રદેશના ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા…
બારડોલી આશાપુરી મંદિર ના પ્રાંગણમાં બારડોલી પ્રદેશ ખેડૂત સમાજની સામાન્ય સભા મળી હતી જેમાં નગરના પ્રમુખ કિરણ લાકડાવાળા અધ્યક્ષતામાં આ બેઠકમાં મોટી સંખ્યામાં હોદેદારો અને બારડોલી પ્રદેશના ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા આ સામાન્ય સભાઓ મુખ્ય એજન્ડાઓ ખેડૂતોને પરથી હાલાકી તેમજ પડતા પ્રશ્નો ની ચર્ચા કરવામાં આવી હતી બારડોલી નગરના ખેડૂતોના પાયાના પ્રશ્નો જેવા કે વીજ પુરવઠો,ખેતરમાં જવાના આંતરિક રસ્તા તૂટી ગયા હોય,રખડતા ઢોરો ના પ્રશ્નો ને નગરપાલિકા, મામલતદાર, પ્રાંત તેમજ પોલીસ વિભાગ ને રજુઆત કરવામાં આવશે……..