કોંકણ-થાણે પ્રદેશ ભાજપના કાર્યકર્તાઓ સાથે કાર્યકર્તા સંવાદ બેઠક દેશના યશસ્વી ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ ના અધ્યક્ષસ્થાને મળી હતી.
આ બેઠકમાં લોકસભા ના દંડક તેમજ વલસાડ ના સાંસદ ધવલભાઈ પટેલ સંવાદ કાર્યક્રમ માં ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી અને મહારાષ્ટ્ર ભાજપના ચૂંટણી પ્રભારી ભૂપેન્દ્રભાઈ યાદવ, કેન્દ્રીય મંત્રી અને મહારાષ્ટ્ર બીજેપી ચૂંટણી સહ-પ્રભારી . અશ્વિની વૈષ્ણવ, મહારાષ્ટ્ર ના નાયબ મુખ્યમંત્રી . દેવેન્દ્ર ફડણવીસ , મહારાષ્ટ્ર પ્રદેશ અધ્યક્ષ બાવનકુલે, રાષ્ટ્રીય જનરલ સેક્રેટરી . વિનોદ તાવડે . મહાનુભાવો, કાર્યકર્તાઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.