મોતા કેળશ્રીવણી મંડળ દ્વારા સંચાલિત શ્રી શાંતારામ ભટ્ટ ઇંગ્લીશ મીડીયમ સ્કુલ મોતાના પ્રી .પ્રાઇમરી વિભાગના નાના ભૂલકાઓ દ્વારા,2 ઓક્ટોબર ગાંધી જયંતી ની ઉજવણી વિશિષ્ટ રીતે કરવામાં આવી. આ દિવસે આચાર્યશ્રી દીપિકાબેન દેસાઈ દ્વારા વિદ્યાર્થીઓને રાષ્ટ્રપિતા ગાંધીજીના જીવન મૂલ્યોનું મહત્વ સમજાવ્યું અને શાળાના શિક્ષકોએ ગાંધીજી વિશે સત્ય ,અહિંસા અને પ્રેમ ,કરુણા જેવી રોચક વાતો કરી હતી. વિદ્યાર્થીએ વિવિધ ક્રાંતિકારી નેતાઓની વેશભૂષાઓ ધારણ કરી જેમાં ગાંધીજી, કસ્તુરબા તથા સરદાર પટેલ જેવા સ્વરૂપમાં જોવા મળ્યા હતા તેમજ સિનિયર કે.જીના બાળકો દ્વારા ગાંધીજીના જીવન -કવન વિશેની સ્પીચ બોલાવવામાં આવી હતી અને “વૈષ્ણવજન તો તેને રે કહીએ “તેમજ “રઘુપતિ રાઘવ” જેવા ભજનોથી શાળાનું વાતાવરણ પણ ભક્તિમય બની રહ્યું આ પ્રશંસનીય કાર્ય માટે શાળાના પ્રમુખશ્રી નવીનભાઈ મંત્રી શ્રી રમેશ કાકા અને મંડળે આચાર્યશ્રી અને શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા.