*અંકલેશ્વર શહેર માં સ્થાપિત થવા જઈ રહેલ શ્રી છત્રપતિ શિવાજી મહારાજ ની પ્રતિમા માટે ભાજપ પ્રદેશ અધ્યક્ષ તથા કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ તથા તેમના પરિવાર દ્વારા રૂપિયા 7 લાખનું દાન આપવામાં આવ્યું*
હિન્દી સ્વરાજ્ય ના સ્થાપક હિન્દુ હૃદય સમ્રાટ શ્રી છત્રપતિ શિવાજી મહારાજ ની પૂર્ણ કદની ભવ્ય અને દિવ્ય અશ્વરૂઢ પ્રતિમા ( સ્મારક ) અંકલેશ્વર શહેરમાં બની રહેલ છે તે માટે ગુજરાત પ્રદેશ ના ભાજપ ના પ્રમુખ શ્રી અને નવસારી ના લોક લાડીલા સાંસદ શ્રી તથા કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ તથા તેમના પરિવાર તરફથી રૂપિયા 7 લાખ નું દાન આપવામાં આવ્યું. તારીખ 05/09/2024 ગુરુવાર ના રોજ મહારાષ્ટ્રીયન સેવા મંડળ અંકલેશ્વર શહેર ના હોદ્દેદારોને આ દાનની રકમ આપવામાં આવી હતી અંકલેશ્વર શહેરના જોગર્સ પાર્ક, અંકલેશ્વર જી.આઇ.ડી.સી ના હદ વિસ્તાર માં શ્રી છત્રપતિ શિવાજી મહારાજ ચોક ખાતે શ્રી છત્રપતિ શિવાજી મહારાજની પૂર્ણ કદની ભવ્ય અને દિવ્ય 15 ફુટ ઊંચાઈની પ્રતિમાનું ટુંક સમયમાં સ્થાપન કરવામાં આવનાર છે આ માટે મહારાષ્ટ્રના સુપ્રસિદ્ધ મૂર્તિકાર આનંદ રમેશ સોનવણે તથા વિવેક રમેશ સોનવણે વાસ્તુ શિલ્પ સ્ટુડિયો ( નાશીક ) ના પ્રખ્યાત મૂર્તિકાર ને ત્યાં પ્રતિમાનું કામ ચાલી રહ્યું છે. સી.આર.પાટીલ
તથા તેમના પરિવાર તરફ થી આ દાન ની રકમ સમિતિ ના સભ્યો ને સુપ્રત કરવામાં આવી હતી. મહારાષ્ટ્રીયન સેવા મંડળ અંકલેશ્વર સમિતિના સભ્યો દ્વારા એમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.






