તાપી જિલ્લા
તારીખ 04/09/2024 બુધવાર સોનગઢ તાલુકાના ઉકાઈ વિસ્તાર માં આવેલ ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા ના આચાર્ય દ્વારા ગત મોડી રાત્રે નશાની હાલતમાં ધોરણ 9 માં અભ્યાસ કરતી 2 વિદ્યાર્થીઓની છેડતી કરાતા, તે કારણે વિદ્યાર્થીનીઓ અડધી રાત્રે હોસ્ટેલ છોડીને ભાગી હતી. જે મામલો હાલ ઉકાઈ પોલીસ સ્ટેશન પહોંચતા આદિવાસી સમાજનો આક્રોશ બહાર આવ્યો….શું છે આખી ઘટના?
સોનગઢ તાલુકાના ઉકાઈ વિસ્તારના એક ગામે આશ્રમશાળામાં ધોરણ 9 માં ભણતી 2 આદિવાસી દીકરીઓ ની આચાર્ય * વિનેશ પટેલ * દ્વારા છેડતી કરી, પોતાની સાથે સંબંધ રાખવા ધાક ધમકી આપતા હોવાનો શિક્ષણ ને કલંકિત કરતો કિસ્સો સામે આવ્યો, અહીં આચાર્ય વિનેશ પટેલ દ્વારા વિદ્યાર્થીનીઓની છેડતી કરાતા મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો અહીં નશાની હાલત માં 3 તારીખે રાતે ૧૨ વાગે આચાર્ય * વિનેશ પટેલ * દ્વારા ધોરણ 9 ની વિદ્યાર્થીનિઓ પોતાની હોસ્ટેલમાં હોમવર્ક કરી રહી હતી. તે સમયે પાછલા બારણેથી કેમેરાની નજર ચૂકવી વિદ્યાર્થીનીઓને બહાર આવવા દબાણ કરાયું હતું. ત્યારે વિદ્યાર્થીનીઓ રાતના 12 વાગે પોતાની લાજ બચાવી હોસ્ટેલ છોડીને ભાગી હતી. વિદ્યાર્થીનીઓના જણાવ્યા મુજબ જ્યારથી શાળા શરૂ થઈ ત્યારથી જ આચાર્ય લેટર આપીને લખીને મોકલ્યું કે હું તને સાચો પ્રેમ કરું છું તને ધોરણ 10 માં પાસ કરાવીશ અને જો મારા સાથે સંબંધ નહીં રાખે તો તને નાપાસ કરીને અહીંથી જવા નહીં દઉં એવી લાલચ અને ધમકીઓ આચાર્ય દ્વારા આપવામાં આવતી હતી. પરંતુ વિદ્યાર્થીનીઓ ક્યારે પણ આચાર્યના તાબે વશન થતા .. ગત રાતે શાળાના આચાર્ય એ હદ વટાવી અને વિદ્યાર્થીનીઓને હોસ્ટેલની બહાર નીકળી જવા દબાણ કરવા લાગ્યો ત્યારે , વિદ્યાર્થીની, પોતાની લાજ બચાવી હોસ્ટેલ ની સામે આવેલ દુકાનદાર પાસે ભાગી ગઈ હતી અને ત્યાંથી પોતાના વાલીઓને ફોન કોલ કરી બોલાવતા રાતે 2:00 વાગે વાલીઓ વિદ્યાર્થીનીઓને પોતાના ઘરે લઈ ગયા હતા ને ત્યાંથી સમગ્ર મામલો પહોંચ્યો હતો. ઉકાઈ પોલીસ સ્ટેશન મા વાલીએ આવીને ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આદિવાસી સમાજના આગેવાનો જાણ થતા વિદ્યાર્થીની ન્યાય મળે એ માટે સ્થાનિક પોલીસ સ્ટેશનને દોડી આવી . અન્ય વાલીઓ ભેગા થયા હતા મામલાની સઘન તપાસ થાય અને આવા અપરાધી ને કડક કાર્યવાહી થાય એવી માંગણી પોલીસ પ્રશાસન પાસે કરવામાં આવી જેથી કરીને કોઈ પણ અન્ય શાળામાં વિદ્યાર્થીનીઓ સાથે આવું શરમજનક કૃત્ય શિક્ષણ અને શિક્ષકને લાંછન લગાવતુ અણછાજતુ વર્તન અન્ય શાળાઓમાં ન થાય અને કાયદા કાનુન વ્યવસ્થા નો ડર આવા અપરાધી માનસિકતા ભરેલા લોકોમાં ડર કાયમ પ્રસ્થાપિત રહે માટે કડક કાર્યવાહી કરવાની માંગ આદિવાસી સમાજના આગેવાનોએ કરી છે.