બારડોલી તાલુકાના ખારવાસા ખાતે મંદબુદ્ધિ ધરાવતા બાળકોને યુનિફોર્મ વિતરણ કરવામાં આવ્યું…..
તારીખ 18 /8/2024 ને રવિવારના રોજ ખરવાસા મુકામે યુનિફોર્મ વિતરણ તથા રક્ષાબંધનની ઉજવણી નો કાર્યક્રમ યોજાયો હતો જેમાં સમારંભના અધ્યક્ષ સ્થાને શ્રીદેવ નારાયણ ગૌ ધામ ટ્રસ્ટ મોતા ના પૂજ્ય શ્રી તારાચંદ બાપુએ આશીર્વાદ આપ્યા હતા. તેમજ મંદ બુદ્ધિ ના બાળકોની શાળામાં 160 જોડી.યુનિફોર્મ વિતરણ કર્યું હતું આ પ્રસંગે પૂજ્ય બાપુએ તેમના જીવનના અંતિમ વર્ષ સુધી દર વર્ષે આ બાળકોને યુનિફોર્મ આપતા રહેવાની જાહેરાત કરી હતી દર વર્ષે કંપાસ વિતરણ અને અન્ય જરૂરી સામાન પણ આપતા રહેવાનું વચન આપ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા લાયન્સ ક્લબના પ્રમુખશ્રી શંકર ભાઈ પટેલ તથા પ્રદીપ અગ્રવાલ તથા બારડોલીના લાયન્સ ક્લબના સભ્યોએ આ પ્રોગ્રામને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી આ કાર્યક્રમનું સંચાલન મંત્રી જીતેન્દ્રભાઈ ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું હતું