બારડોલી ની મદ્રેસા હાઈસ્કૂલમાં પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી દર્શન નાયક ના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું..

ગુજરાત આત્મીયતા અખબાર. અને ડિજિટલ ચેનલ

બારડોલી ની મદ્રેસા હાઈસ્કૂલમાં પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી દર્શન નાયક ના હસ્તે ધ્વજવંદન વિધિ કરાઇ.બારડોલી ની મદ્રેસા હાઈસ્કૂલમાં પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી દર્શન નાયક ના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું
****
દેશમાં ભાઈચારો અને એકતા જળવાય એ માટેની સરસ કૃતિઓનું પ્રદર્શન કરાયું.
*******
મુસ્લિમ ટ્રસ્ટના આગેવાનો અને એન આર આઈ આગેવાનો એ કાર્યક્રમમાં હાજરી આપી.
*****
દર્શન નાયક દ્વારા બાળકો અભ્યાસમાં ઉપયોગી એવા પ્રોજેક્ટરનું દાન કરાયું.

રાનકુવા, તા:૧૬ (દિપક સિંહ પરમાર રાનકુવા દ્વારા)

આપણા ભારત દેશના ૭૮ માં સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે આજ રોજ બારડોલી તાલુકાના મુસ્લિમ ટ્રસ્ટ દ્વારા સંચાલિત મદ્રેસા હાઈસ્કૂલ નાં પ્રાંગણમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી અને ખેડૂત આગેવાન દર્શનભાઈ નાયક દ્વારા ધ્વજવંદન કરવામાં આવેલ હતું. દર્શનભાઈ નાયક દ્વારા જણાવવા આવેલ કે સમગ્ર વિસ્તાર સહીત ભારત દેશમાં ભાઈચારો ફેલાય અને દેશમાં બિન સાંપ્રદાયિકતા સહિતના બંધારણીય મૂલ્યો જળવાઈ રહે અને દરેક સમાજની ઉત્તરોત્તર પ્રગતી સાથે દેશ પણ આગળ વધતો રહે એવા પ્રયત્નો દેશના દરેક નાગરિકોએ કરવા જોઈએ.

દર્શનભાઈ નાયક દ્વારા મદ્રેસા હાઈસ્કૂલમાં પ્રોજેક્ટર નું દાન આપવામાં આવેલ હતું અને આગામી દિવસોમાં સર્વોદય જન કલ્યાણ ટ્રસ્ટ દ્વારા બારડોલી વિસ્તારમાં આરોગ્ય કેમ્પ, રક્તદાન કેમ્પ સાહિતની સેવાકીય પ્રવૃત્તિઓ કરવાની પણ જાહેરાત કરવામાં આવેલ હતી

ધ્વજવંદન બાદ મદ્રેસા હાઈસ્કૂલનાં વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમોનું પ્રદર્શન કરવામાં આવેલ હતું.મદ્રેસા હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિના ગીત અને સાંસ્કુતિક કાર્યક્રમ સાથે પર્યાવરણ બચાવવા , દેશમાં ભાઈચારો ફેલાવી એકતા જાળવવા સહિતની અનેક કૃતિઓનું પણ ખુબ સરસ પ્રદર્શન કરવામાં આવેલ.

આ પ્રસંગે બારડોલી મુસ્લિમ ટ્રસ્ટના પ્રમુખ સોયેબ ભામ,બારડોલી મુસ્લિમ ટ્રસ્ટનાં મંત્રી બીલાલ કાળીયા, સર્વોદય જન કલ્યાણ ટ્રસ્ટના ઉપ પ્રમુખ સ્વાતીબેન પટેલ, કોર્પોરેટર ફરીદભાઈ અને આરીફભાઇ, વિદેશ થી આવેલ NRI મહેમાનો,બારડોલી મુસ્લિમ ટ્રસ્ટના સભ્યો,શાળાના આચાર્ય અને શિક્ષકો તેમજ વિદ્યાર્થી ઓ સહીત મોટી સંખ્યામાં લોકો એ કાર્યક્રમ માં હાજરી આપી આપણા ભારત દેશના રાષ્ટ્રીય તહેવાર ની હર્ષોલ્લાસ ભેર ઉજવણી કરવામાં આવી હતી.

(દિપક સિંહ પરમાર રાનકુવા )

Share this post:

खबरें और भी हैं...

આજ રોજ  સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના હઝીરા ગામ ખાતે આવેલ ઐતિહાસિક સિંગોતર માતાજી અને આશાપુરી માતાજીનાં મંદિર ખાતે ગુજરાત વિધાનસભાનાં કોંગ્રેસ પક્ષનાં નેતા અમિતભાઇ ચાવડા દ્વારા પુંજા અર્ચના કરી દર્શન કરવામાં આવ્યા.

Read More »

સુરતના ૧૧ વર્ષીય સાર્થક ભાવસારે રૂબિક્સ ક્યુબ ઉકેલવામાં કરી કમાલ: ઉંધા માથે લટકી એક મિનિટમાં સૌથી વધુ ૫ રૂબિક્સ ક્યુબ્સ ઉકેલવાનો રેકોર્ડ બનાવ્યો – ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં મળ્યું સ્થાન: –

Read More »

ઉકાઈના પાથરડા ખાતે રાજ્યપાલશ્રીની ગરિમામય ઉપસ્થિતિમાં પ્રાકૃતિક કૃષિ પ્રેરણા બેઠક યોજાઈ* – *હું એક ખેડૂત અને પશુપાલક છું. એક ખેડૂત બીજા ખેડૂતની વેદના સમજી શકે છે.: રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી

Read More »

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल