*તાપી કલેકટરશ્રી ડો.વિપિન ગર્ગના અધ્યક્ષ જિલ્લા સંકલન સમિતિ અંગેની બેઠક સ્થાને યોજાઈ*
-તા.૧૭* તાપી જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ અંગેની બેઠક આજરોજ કલેકટર કચેરી,વ્યારાના સભાખંડમાં કલેકટર ડો.વિપિન ગર્ગના અધ્યક્ષ સ્થાને જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન.શાહ,જિલ્લા પોલીસ વડા શ્રી રાહુલ પટેલ, પ્રાયોજના વહીવટદારશ્રી રામનિવાસ બુગાલિયા, ધારાસભ્ય મોહનભાઈ કોંકણી સહિત અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાઈ હતી. જેમાં પડતર અરજીઓનો નિકાલ,નિવૃત્ત કર્મચારીઓના પેન્શન કેસો,એ.જી.ઓડિટ પારા,પડતર કાગળો,તકેદારી આયોગની અરજીઓ,સાંસદ અને ધારાસભ્યશ્રીની અરજીઓ,સરકારી નાણાંની વસુલાત,ગૌચરની જમીનોના દબાણ તેમજ સરકારી વિવિધ વિભાગોના નકારાત્મક અખબારી અહેવાલ અંગે ચર્ચાઓ હાથ ધરાઇ હતી.
સંકલન સમિતિમાં કલેકટર ડો.વિપિન ગર્ગે ધારાસભ્ય મોહનભાઈ કોકણી દ્વારા કરેલ રજૂઆત મુજબ ડોલવણ તાલુકાના ધાગંધરા અને પીઠાધરાની શાળામા અનિયમિત રહેતા શિક્ષકોની સામે યોગ્ય કાર્યવાહી કરી અને જવાબદાર તમામ ઉપર કડક કાર્યવાહી કરવા તેમજ જિલ્લાની તમામ શાળાઓમા શિક્ષકો નિયમિત આવે છે કે કેમ તે અંગેની સમયાંતરે તપાસ કરવા અને અનિયમિત શિક્ષકો સામે કડક કર્યવાહિ કરવા અંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીને તાકીદ કર્યા હતા.
વધુમાં જણાવ્યું હતું કે આગામી બે વર્ષમાં નિવૃત્ત થનાર કર્મચારીઓના પ્રોવિઝનલ પેન્શન મંજુર કરવાની સાથે સાથે કચેરીમાં રહેલા પડતર કાગળો,ખાતાકિય તપાસ,એ.જી ઓડીટ બાકી પેરા, આગામી બે વર્ષમાં નિવૃત થનાર સરકારી કર્મચારીઓના પેન્શનના કેસો અંગે પણ તપાસ કરી તેની યોગ્ય કાર્યવાહી કરવા જણાવ્યું હતું.
સંકલનની આ બેઠકમાં સરકારી નાણાંની સમયસર વસુલાત થાય,સંસદ સભ્યો,ધારાસભ્યો અને પદાધિકારીઓને તેઓના પ્રશ્નનો યોગ્ય ઉત્તર અપાય તેમજ નકારાત્મક અખબારી અહેવાલો અંગે સત્વરે તપાસ-અહેવાલ કલેકટરશ્રીને રજુ કરવા અનુરોધ કરાયો હતો.
આ બેઠકમાં નિવાસી અધિક કલેકટર આર.આર.બોરડ સહિત સંકલનના તમામ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦૦૦૦૦૦૦૦