બારડોલી :- શ્રી શાંતારામ ભટ ઈંગ્લીશ મિડીયમ દ્વારા સરહદ ઉપર આપણી રક્ષા કાજે તૈનાત જવાનો ને રાખડી મોકલાવામાં આવી.*કુલ 1000 થી વધારે રાખડીઓ મોકલવામાં આવી.

ગુજરાત આત્મીયતા અખબાર. અને ડિજિટલ ચેનલ

*શ્રી શાંતારામ ભટ ઈંગ્લીશ મિડીયમ દ્વારા સરહદ ઉપર આપણી રક્ષા કાજે તૈનાત જવાનો ને રાખડી મોકલાવામાં આવી.*
શ્રી મોતા કેળવણી મંડળ મોતા દ્વારા સંચાલિત શ્રી શાંતારામ ભટ ઈંગ્લીશ મીડિયમ સ્કૂલ મોતાનાં વિદ્યાર્થીઓ દ્વારા રક્ષાબંધન ની ઉજવણી વિશિષ્ટ રીતે કરાવવામાં આવી. આપણાં દેશની રક્ષા કાજે અવિરત અને અડગતાથી ઊભા રહેનાર આપણા જવાન ભાઈઓ રાત -દિવસ, ટાઢ -તાપ કોઈની પરવા કરતા નથી. એમને રક્ષાબંધન નાં વિશેષ દિવસોમાં યાદ કરી તમામ બાળકોએ પોતે રાખડી બનાવી અને પત્ર લખી આર્મી જવાનો માટે મોકલવામાં આવ્યા. આપણે સુખાકારી અને રક્ષા માટે તેઓ કેટલો કષ્ટ વેઠે છે. તે બાળકોએ પણ સમજવાનો પ્રયત્ન કર્યો.
શાળાના આચાર્યાશ્રીનાં માર્ગદર્શન હેઠળ સમસ્ત પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી. શાળાના ચિત્રકામનાં શિક્ષિકા એવા ખૂશ્બુબેન અને જ્યોતિબેન દ્વારા આ બાળકોને આ પ્રવૃત્તિ માં યોગદાન આપવામાં આવ્યું. અમારી શાળાનું સદ્ ભાગ્ય છે કે આમારી શાળામાં ભણતા બાળકના વાલી, અમારી શાળામાં ભણી ગયેલ વિદ્યાર્થી, અને એક શિક્ષિકાના પતિ હાલ દેશની સુરક્ષા માટે અલગ અલગ જગ્યાએ ફરજ બજાવી રહ્યા છે. પાર્સલ પશ્ચિમ બંગાળ, જમ્મુ કાશ્મીર, ચાઇના બોર્ડર અને દ્વારિકા તૈયાર કરી કુલ 1000 જેટલી રાખડીઓ મોકલવામાં આવી અને આપણાં જવાનો માટે કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવી. આવી સુંદર પ્રવૃત્તિ કરવા બદલ શ્રી મોતા કેળવણી મંડળે શાળાને અભિનંદન પાઠવ્યા હતા.મોતા ઇંગ્લીશ મીડીયમ સ્કુલ

Share this post:

खबरें और भी हैं...

આજ રોજ  સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના હઝીરા ગામ ખાતે આવેલ ઐતિહાસિક સિંગોતર માતાજી અને આશાપુરી માતાજીનાં મંદિર ખાતે ગુજરાત વિધાનસભાનાં કોંગ્રેસ પક્ષનાં નેતા અમિતભાઇ ચાવડા દ્વારા પુંજા અર્ચના કરી દર્શન કરવામાં આવ્યા.

Read More »

સુરતના ૧૧ વર્ષીય સાર્થક ભાવસારે રૂબિક્સ ક્યુબ ઉકેલવામાં કરી કમાલ: ઉંધા માથે લટકી એક મિનિટમાં સૌથી વધુ ૫ રૂબિક્સ ક્યુબ્સ ઉકેલવાનો રેકોર્ડ બનાવ્યો – ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં મળ્યું સ્થાન: –

Read More »

ઉકાઈના પાથરડા ખાતે રાજ્યપાલશ્રીની ગરિમામય ઉપસ્થિતિમાં પ્રાકૃતિક કૃષિ પ્રેરણા બેઠક યોજાઈ* – *હું એક ખેડૂત અને પશુપાલક છું. એક ખેડૂત બીજા ખેડૂતની વેદના સમજી શકે છે.: રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી

Read More »

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल