શ્રી રાજપૂત સમાજ કામરેજ વિભાગ દ્વારા ‘ભજન સરિતા’ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું…

શ્રી રાજપૂત સમાજ કામરેજ વિભાગ… 

કામરેજ તાલુકાના ચીખલી ગામ ખાતે શ્રી રાજપૂત સમાજ કામરેજ વિભાગ દ્વારા તા.૧૬/૦૮/૨૦૨૬ રવિવાર ના રોજ ‘ભજન સરિતા’ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ભક્તિમય વાતાવરણમાં યોજાયેલા આ કાર્યક્રમમાં કામરેજ વિભાગની કુલ ૩૧ ભજન મંડળીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

કાર્યક્રમમાં વિવિધ ભજન મંડળીઓ દ્વારા સુંદર ભજનો અને ધાર્મિક સંગીતની રજૂઆત કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભક્તિ અને સંગીતમય વાતાવરણ જોવા મળ્યું હતું. સમાજના ભાઈ-બહેનો તેમજ ચીખલી ગામના ગ્રામજનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ભજન મંડળીઓનો ઉત્સાહ વધાર્યો હતો.
તથા વિવિધ ક્ષેત્રોની સહકારી ક્ષેત્રની ચુંટણી માં જીતેલા રાજપુત સમાજના પ્રતિનિધિઓ નું સન્માન કરવામાં આવ્યું.. 

સ્વ. દિલીપસિંહ ભીખુભાઈ દેસાઈ ( ગામ સેવણી)ના સ્મરણાર્થે ગં.સ્વ. કુસુમબેન દિલીપસિંહ દેસાઈ તથા શ્રી વિશાલસિંહ દિલીપસિંહ દેસાઈ તરફથી ભાગ લેનાર દરેક ૩૧ ભજન મંડળીને સ્મૃતિભેટ અર્પણ કરવામાં આવી હતી.

આ સુંદર અને સેવાભાવી પહેલ બદલ દેસાઈ પરિવારનો શ્રી રાજપૂત સમાજ કામરેજ વિભાગ દ્વારા હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. સ્વ. દિલીપસિંહ ભીખુભાઈ દેસાઈની સ્મૃતિને આ રીતે સમાજની ભક્તિ અને સંસ્કૃતિ સાથે જોડવી એ ખરેખર પ્રશંસનીય પહેલ બની રહી હતી.

આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે
ડો. સંધ્યાબેન પી. છાસટિયા,
શ્રીમતી કલ્પનાબેન એમ. અટોદરીયા (પૂર્વ કોર્પોરેટર સુરત મહાનગરપાલિકા) તથા
શ્રીમતી ઉર્મિલાબેન બી. પીલુદરીયા
ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્ય અતિથિઓની ઉપસ્થિતિથી કાર્યક્રમની શોભામાં વધારો થયો હતો. તેમના દ્વારા ભજન મંડળીઓનું સન્માન કરી પ્રોત્સાહિત કરવામાં આવી હતી.

કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી રાજપૂત સમાજ કામરેજ વિભાગના તમામ કમિટી સભ્યો અને કાર્યકર્તાઓએ અથાગ મહેનત કરી હતી. ચીખલી ગામના ગ્રામજનો દ્વારા પણ કાર્યક્રમ માટે સુંદર સહકાર અને વ્યવસ્થા પૂરી પાડવામાં આવી હતી.

‘ભજન સરિતા’ કાર્યક્રમ સમાજની એકતા, ભક્તિ, સંસ્કૃતિ અને પરસ્પર સહયોગનું સુંદર ઉદાહરણ બની રહ્યો હતો. ૩૧ ભજન મંડળીઓની સહભાગિતા અને સમગ્ર ચીખલી ગામના તથા સમાજના યુવાનો સહકારથી આ કાર્યક્રમ સફળ યાદગાર બની રહ્યો હતો….

— *શ્રી રાજપૂત સમાજ કામરેજ વિભાગ*

ગુજરાત આત્મીયતા ન્યૂઝ : કામરેજ તંત્રી શ્રી હિમાંશુ ઠાકોર : 9016916924808

Share this post:

खबरें और भी हैं...

🚨 એશિયાની સૌથી મોટી સુગર ફેક્ટરીમાં ભાજપનો મેન્ડેટ નહીં, ખેડૂતો ના ડિરેક્ટરોનો નિર્ણય ચાલ્યો! 😱 બારડોલી સુગરમાં ચૂંટણી બાદ ચૂંટાયેલા ડિરેક્ટરોએ મેન્ડેટ પ્રથા વગર પ્રમુખ-ઉપપ્રમુખ નક્કી કર્યા.

Read More »

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल