*ભાણપુર-ઘાસીયામેઢા માર્ગ પર ભારે વાહનોની અવરજવર પર ૩૦ સપ્ટેમ્બર સુધી પ્રતિબંધ*

—
*બ્રિજ નિર્માણ કાર્ય દરમિયાન વાહનચાલકોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા અપીલ*
—
* બ્યુરો, તાપી તા. 06* :- તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં આવેલા ભાણપુર-ઘાસીયામેઢા માર્ગ પરના લોકલ કોઝવેના સ્થાને માઇનોર બ્રિજના નિર્માણની કામગીરી પ્રગતિ હેઠળ હોવાથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી, તાપીએ જાહેરનામું બહાર પાડી ભારે વાહનોની અવરજવર પર કામચલાઉ પ્રતિબંધ ફરમાવ્યો છે.
જાહેરનામા મુજબ, પ્રતિબંધના સમયગાળા દરમિયાન ભારે વાહનો માટે શિશોર કોટવાળિયા ફળિયા માર્ગ, શિશોદ એપ્રોચ રોડ, શિશોર રોઝીયા ફળિયા રોડ તથા વ્યારા-ખેરવાડા રોડ વૈકલ્પિક માર્ગો તરીકે નિર્ધારિત કરવામાં આવ્યા છે. સંબંધિત વાહનચાલકોને આ વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા સૂચના આપવામાં આવી છે.
આ જાહેરનામું તા. ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૬ સુધી અમલમાં રહેશે. જાહેરનામાનો ભંગ કરનાર સામે ગુજરાત પોલીસ અધિનિયમ, ૧૯૫૧ની કલમ-૧૩૧ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
ગુજરાત આત્મીયતા ન્યુઝ : તાપી






